Abtak Media Google News

ટોલનાકે કતારોના કારણે વેડફાતી માનવ કલાકો અને ઈંધણના પૈસા બચાવવા ફાસ્ટેગ મહત્વનું બની રહેશે

ભારતમાં દર વર્ષે નેશનલ હાઈવે પર ટોલનાકે રૂ.૧૨૦૦૦ કરોડની રોકડ અને સમયનો વેડફાટ થાય છે. આ વેડફાટ ફાસ્ટેગના કારણે અટકશે. ફાસ્ટેગના કારણે ટોલનાકે વાહનોની કતારો લાગશે નહીં. જેનાથી ઈંધણ બચશે ઉપરાંત સમય પણ બગડતો અટકશે.

હાલ ટોલનાકે સામાન્ય રીતે ૫ થી ૧૦ મીનીટનો સમય વાહન ચાલકને લાગે છે. જો ટોલનાકે ટ્રાફિક વધુ રહેતો હોય તો સમયનો વેડફાટ વધુ થાય છે. જે દરમિયાન વાહન ચાલુ હોવાથી ઈંધણ બળે છે. સમય પણ વેડફાય છે. નેશનલ હાઈવે પરના ૪૮૮ ટોલ પ્લાઝા પર થયેલા સર્વે મુજબ રૂ.૧૨૦૦૦ કરોડનું ઈંધણ અને માનવ કલાકો બગડતી હોય છે જે પૈકી ૩૫ ટકા રકમ ઈંધણમાં બગડે છે. જ્યારે અન્ય રકમ માનવ કલાકોની ગણવામાં આવે છે. આ અભ્યાસ નવા શરૂ થયેલા બુલઆઈ ટેકનોલોજી દ્વારા કરાયો હતો.

7537D2F3 4

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા પણ ફાસ્ટેગનો લોકો વધુને વધુ ઉપયોગ કરે તેવી ઈચ્છા વ્યકત થઈ હતી. જેના અનુસંધાને આગામી તા.૧લી ડિસેમ્બરી નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પર ડિજીટલાઈઝેશન થઈ જશે. વાહનોમાં લગાવવામાં આવેલા ફાસ્ટેગી ટોલટેક્ષ ઉઘરાવાઈ જશે. આ પ્રોજેકટ માટે ગુજરાતની સહિતની કંપનીઓએ ટેન્ડર પણ ભર્યા હોવાનું જાણવા મળે છે. હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં ૭૨ લાખ ફાસ્ટેગનું વેંચાણ થઈ ચૂકયું છે અને દરરોજ ૧ લાખ ફાસ્ટેગનું સતત વેંચાણ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.