Abtak Media Google News

રાજય સરકાર દ્વારા ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખરીફ પાક સિઝન ૨૦૧૯-૨૦ માટે ટેકાના ભાવે મુજબ મગળીની ખરીદી કરવા માટે રાજકોટ જિલ્લાના  કુલ ૧૮ ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે. જે અન્વયે તા. ૧૮મી ડીસેમ્બરના રોજ એકજ દિવસમાં કુલ ૧૧૮ ખેડૂતોની રૂ. ૧,૨૯,૦૦,૦૦૦ (અંકે રૂપીયા એક કરોડ ઓગત્રીસ લાખ)ની મગફળીની ખરીદ કરી ઓનલાઇન ચુકવણું કરી આપવામાં આવેલ છે. જેમાં જસદણના ૯ ખેડૂતો, ઉપલેટાના ૧- ખેડુત, જેતપુરના ૧૪ અને ગોંડલ ૯૪ ખેડૂતોની મગફળીની ખરીદી કરાઇ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૨ ખેડુતોને કુલ રૂ. ૧,૭૮,૫૯,૦૦૦/-ની રકમનું ચુકવણું ઓનલાઇન ધોરણે કરવામાં આવ્યું છે. તેમ રાજકોટ રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ના રાજકોટ ખાતેના જિલ્લા મેનેજર ગ્રેડ-૧ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.