Abtak Media Google News

ભાજપ અગ્રણી અલ્પેશ ઢોલરીયાએ પરીક્ષામાં ડમી બેસાડયાને ૧૬ દિવસ બાદ પણ કાર્યવાહી નહીં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી બગાડનાર ગોંડલ ડમીકાંડ પ્રકરણને લઈ આજે મળી રહેલી સિન્ડીકેટમાં તડાફડી બોલે તેવા એંધાણ થઈ રહ્યા છે. ગોંડલની એમ.બી. આર્ટસ કોલેજ સામે પગલા લેવા અને પોલીસ ફરિયાદમાં બેદરકારી અંગે સિન્ડીકેટ કોઈ નવો નિર્ણય કરે તેવું લાગી રહ્યું છે જોકે ભાજપ અગ્રણી અલ્પેશ ઢોલરીયાએ પરીક્ષામાં ડમી બેસાડયાને આજે ૧૬માં દિવસે પણ કોઈ કાર્યવાહી નહીં હાથ ધરવામાં આવી જેને લઈને આજે સિન્ડીકેટની બેઠક ગરમાય તેવી શકયતા લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલની એમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગોંડલ તાલુકા ભાજપનાં પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ એફવાય બીએની પરીક્ષામાં પોતાના સ્થાને ડમી બેસાડયો હતો દરમિયાન કોંગ્રેસની જનતા રેડમાં તે પકડાયો હતો જોકે સતાધીશોએ આ ડમી વિદ્યાર્થીને ભગાડી દીધો હોય આ મામલે પોલીસ ફરિયાદ કરીને પગલા લેવાનાં બદલે કોલેજનાં પ્રિન્સીપાલ અને અન્ય સ્ટાફે જરૂરી પુરાવા પણ સમયસર યુનિવર્સિટીને નહીં પહોંચાડતા એનએસયુઆઈ દ્વારા કુલપતિનો ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે કોલેજનાં સીસીટીવી ફુટેજ બતાવવામાં આવ્યા હતા અને તેમાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા હોવાનું પણ માલુમ પડયું હતું. તપાસનાં આદેશ થતા ૩૪ વિદ્યાર્થીઓની ઉતરવહીમાં એક સરખું લખાણ જણાતા માસ કોપી કેસ પણ કરવામાં આવશે અને આ મુદ્દે આજે સિન્ડીકેટમાં તડાપીટ બોલશે તે નકકી છે. આ ઉપરાંત સિન્ડીકેટની બેઠકમાં ડિસ્ટન્સ લર્નીંગનો અભ્યાસક્રમ શરૂ કરવા યુજીસીને ભલામણનો નિર્ણય લેવાશે તેમજ યુનિવર્સિટીમાં તમામ કામગીરી ઓનલાઈન થાય અને પેપરલેશ વહિવટ થાય તે માટે ૨૦૨૦માં એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનીંગ પ્રોજેકટ અમલમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.