Abtak Media Google News

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત મનપા દ્વારા આજે ઓસમાણ મીર સહિતનાં કલાકારોનો લોકડાયરો

આવતીકાલે કિર્તીદાન ગઢવી અને સોમવારે ગીતા રબારી રાજકોટવાસીઓને ડોલાવશે

કલાકાર ચોપડીમાંથી નહીં પરંતુ ખોપરીમાંથી ગાઈ છે તેવું આજરોજ ‘અબતક’ની વિશેષ મુલાકાતે આવેલા પ્રસિધ્ધ ગાયક ઓસમાણ મીરે કહ્યું હતું.

તેમણે ‘અબતક’ની મુલાકાત દરમિયાન પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમોની રૂપરેખા પણ વર્ણવી હતી.

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ – ૨૦૨૦ની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ શહેર ખાતે થઈ રહેલી હોય જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના શહેરીજનો માટે ત્રણેય ઝોનમાં ભવ્યાતિભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. સેન્ટ્રલ ઝોન ખાતે તા.૧૮-૦૧-૨૦૨૦ના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે, સ્વામી નારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજ પાછળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી વિભાવરીબેન દવેનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

Img 0467

વેસ્ટ ઝોન ખાતે તા.૧૯-૦૧-૨૦૨૦ નાં રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે, નાના મવા સર્કલ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડનાં  ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં કીર્તીદાન ગઢવી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

ઈસ્ટ ઝોન ખાતે તા.૨૦-૦૧-૨૦૨૦ નાં રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે, પાણીનાં ઘોડા પાસે, બાલક હનુમાન મંદિર, પેડક રોડ, ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના મંત્રી જયેશભાઈ રાદડીયાનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં ગીતાબેન રબારી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે. આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે  મોહનભાઈ કુંડારિયા  સંસદસભ્ય, કમલેશભાઈ મીરાણી  પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ., માન. ધનસુખભાઈ ભંડેરી – ચેરમેન ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ, નીતિનભાઈ ભારદ્વાજ  પ્રદેશ ભાજપ અગ્રણી, ગોવિંદભાઈ પટેલ  ધારાસભ્યશ્રી, રાજકોટ, અરવિંદભાઈ  રૈયાણી  ધારાસભ્ય, રાજકોટ, લાખાભાઈ સાગઠીયા  ધારાસભ્ય, રાજકોટ, શ્રીમતી અંજલીબેન રૂપાણી  પ્રભારી, રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો ઉપસ્થિત રહેશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે ભીખાભાઈ વસોયા –  પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, શ્રીમતી  ભાનુબેન બાબરીયા  રાષ્ટ્રીય મંત્રી, અનુસુચિત જાતિ મોરચો, અશ્વિનભાઈ મોલીયા – ડે. મેયર, રાજકોટ મ્યુ.કો., દેવાંગભાઈ માંકડ – મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ., માન. શ્રી કિશોરભાઈ રાઠોડ – મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ., જીતુભાઈ કોઠારી – મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ. હાજર રહેશે.

Admin 2

૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વ-૨૦૨૦ની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઇ રહેલી હોઈ જે અંતર્ગત તા.૧૮/૦૧/૨૦૨૦ શનિવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે બાલભવન, રેસકોર્ષ ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાઓકે સંગીત આધારિત સુરો કી સલામીનું તા.૧૮/૦૧/૨૦૨૦ થી તા.૨૦/૦૧/૨૦૨૦ જુદા જુદા ગ્રુપો દ્વારા બોલીવુડના સુપ્રસિધ્ધ ગીતોનું સળંગ ૩૧ કલાક સુધી ૨૭ ટીમ અને ૧૫૦ કલાકારો દ્વારા બોલીવુડના સુપ્રસિધ્ધ ગીતો પ્રસ્તુત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા તથા પદાધિકારીઓ દ્વારા રાજકોટના શહેરીજનોને આ લોક ડાયરા તથા કરાઓકે સંગીત આધારિત સુરો કી સલામી કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.