Abtak Media Google News

૭૦૦૦ શુભેચ્છકોની હાજરીમાં પીપલ્સ વેલફેર સોસાયટી દ્વારા ડુમિયાણીમાં ઉજવાશે મહોત્સવ

‘પરિશ્રમનો વિરડો’ પુસ્તકનું ગોંડલ સ્ટેટ જ્યોતિમયસિંહજીના હસ્તે વિમોચન

યુવાનીથી લઈને અત્યાર સુધી ગાંધી વિચાર સરણીને વરેલા એવા મણવર પરિવારના મોભી કડવા પટેલ સમાજના રાહબર પીપલ્સ વેલ્ફર સોસયટીના વિશાળ પરીવારના બળવંતભાઈ મણવરનો જન્મ રજવાડા ગોંડલ સ્ટેટ ના મહાલ તરીકે ઓળખાતા ભાયાવદર મુકામે તા. ૧૭/૧૦/૧૯૪૩ ના રોજ ખુબ જ ગરીબ કુટુંબમાં થયેલ પરંતુ આ પરિવારે વિચારોમાં ગરીબાઈની જરાપણ સ્પર્શ થવા દીધો ન હતો. તેમના પરિવારની આર્થિક સ્થિતી અત્યંત ખરાબ હતી તેમના કુટુંબમાં પિતા બચુભાઈ, માતા વ્રજકંવરબેન, બે બહેનો લાભુબેન, જયાબેન અને બે ભાઈઓ કાંતીભાઈ તથા મનહરભાઈ તેમજ કાકા બાબુભાઈ તથા કાકી જમકુબેનનો પરિવાર ધરાવે છે. બાબુભાઈ કાકા બર્મા સેલનો ડેપો ચલાવતા હતા. મહા મહેનત પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હતાં. પિતા સ્વ.બચુભાઈ નેશનલ પેટ્રોલીયમ કંપની (બર્મા સેલ) પોરબંદરની ઉપલેટા બ્રાંચમાં પગારદાર નોકરીયાત તરીકે કામ કરતા હતાં. અને ઉપલેટાના પ્રગતિશીલ ખેડુત  ધનજીભાઈ ધરમશીભાઈ કાલાવડિયા-તત્કાલીન કોર્પોરેટર-ઉપલેટાના મકાનમાં ભાડેથી રહેતા હતાં આમ મણવર ઉપલેટાની ટાવર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલ. તેવામાં બળવંતભાઈ મણવરના પિતા બચુભાઇને તે વખતનો અસાધ્ય ટી.બી-પાંડુરોગ થતા ભાવનગરના સોનગઢ જીથરી ટી.બી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરતાં મુ.શ્રી મણવર સાહેબે નાની ઉમરે હોસ્પીટલમાં સેવાની જવાબદારી પણ નિભાવી હતી. તેવામાં મુ.શ્રી બળવંતભાઈ મણવરના પિતાશ્રી બચુભાઈનું નાની વયે અવસાન થતાં માતા વ્રજકુંવરબેન ઉપર વ્રજઘાત થવા જેવી મુશ્કેલી આવી પડી. અને આ પરિવાર ભાયાવદર ખાતેના બ્રાહમણ શેરીમાં રૂ. ૨.૦૦ના ભાડાના મકાનમાં રહેવા આવી ગયો. અચાનક આ ગરીબ કુટુંબની ભરણપોષણની જવાબદારી માતા વ્રજકુંવર બા ઉપર આવી પડી માતાએ પણ હિંમત ન હારીને આવી પડેલ આપતી માં કાળી (દાડીયો) મજુરી કરીને બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને આપતીનો સામનો કરવાનો પડકાર જીલી લીધો. બળવંતભાઈ મણવર પરિવારના મોટા પુત્ર હોવાથી પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થવા માટે પોતાની નૈતિક જવાબદારી સમજીને “કમાવુ અને ભણવુંને જીવન મંત્ર બનાવી દીધો. અને જનસતા વર્તમાન પત્રની એજન્સી રાખીને જાતે વહેલી સવારે ચાર વાગ્યે રેલ્વે સ્ટેશન ઉપરથી દૈનિક સમાચાર પત્રોનું પાર્સલ લાવીને જાતે દૈનિક ઉપર વહેંચવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ માધ્યમિક શાળાએ જવાનું ચાલુ રાખ્યું. આવી રીતે વર્ષ ૧૯૬૧માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. આમ ધો. ૮ થી મેટ્રીક સુધીનું મ્યુનિસિપલ હાઈસ્કુલ ભાયાવદર ખાતે છેતે વખતના પ્રિન્સિપાલ વાસુદેવ તથા પ્રિન્ટિાપાલ યાસીનના ગુરૂની હેઠળ માધ્યમિક શિક્ષણ મેળવેલ અને આગળ કોલેજના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની તેમની આર્થિક સ્થિતિ ન હતી. ત્યારે માત્ર રૂ. ૮૬.૦૦ના પગારમાં સ્ટેટ ડીક ઓફ સૌરાષ્ટ્ર ભાયાવદરમાં નોકરી શરૂ કરી પણ ઉચ્ચ અભ્યાસકમ કરવાની અદમ્ય ઈચ્છાને લઈને સવારમાં ચાલતી કોલેજની તપાસ કરી અને પોરબંદર ખાતેની માધવાણી કોલેજમાં પ્રથમ પી.આર્ટસ (બી.એ), અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ ગરીબી તેમનો પીછો છોડતી ન હતી માટે ઓછા પગારવાળી પોરબંદર ખાતે જીઈબીમાં મીટર રીડર તરીકેની નોકરી રવીકારી આમ તેઓએ નોકરી કરતાં કરતાં ૧૯૬૫માં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને કુટુંબનું પણ ભરણપોષણ કરતાં રહ્યાં.

02

મણવરની જી.ઇ.બી-ધોરાજી ખાતે ક્લાર્ક તરીકે બદલી થતાં ભાયાવદર થી ધોરાજી ટ્રેઈનમાં અપડાઉન કરતાં, ત્યારબાદ જી.ઈ.બી ઉપલેટા બદલી થયેલ. અને છેલ્લે ભાયાવદર ખાતે કેશિયર તરીકે બદલી થયેલ અને ભાયાવદર ખાતે ભાવનગરની બનાવટ નું મિશ્ર રાસાયણિક ખાતરનો વેચાણ ડેપો શરૂ કરી વેચાણ કરતાં, સાથે સાથે પડવલા ખાતેની વાડીમાંથી ઘાસ કાપીને પેકીંગ કરી વન વિભાગને પહોચતુ કરવાનો કોન્ટ્રાક્ટ પણ મણવરે રાખેલ અને આ સાથે-સાથે એમ.એ વર્ષ ૧૯૬૭, એલ.એલ.બી ૧૯૬૯ અને એલ.એસ.જી.ડી.નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો.

04

પોતાના વાંચન અને વિચારશીલતાના કારણે તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત સામ્યવાદી પક્ષથી થઈ. ચાલુ નોકરીએ સામ્યવાદી પાર્ટીના સકિય કાર્યકર તરીકે કામ કર્યું. યુવાન વયે મણવર કોમ્યુનિષ્ટ પાર્ટીમાં ખુબ જ રસ લેતાં કોંગ્રેસ સામે મોરચા સરઘસ, સભા અને રેલીઓ કાઢતાં. કલકતા સુધીના સામ્યવાદી પક્ષના અધિવેશનમાં ભાગ પણ લેતા.

03

લગ્ન લાયક ઉમર થતા જામનગર જિલ્લા વેરાડ ગામે પ્રતીતિ ખેડુત અગ્રણી કરશનભાઈ ભાલોડીયાના પુત્રી સવિતાબેન સાથે વર્ષ-૧૯૬૯માં લગ્ન જીવન શરૂ થયું. આ દંપતીએ સાથે મળીને કુટુંબના દરેક ભાઈ-બહેનોને અભ્યાસથી લઈને નાનામોટા રોજગારમાં સ્થાયી કરીને બધા ભાઈ બહેન નાં લગ્ન પ્રસંગ ઉકેલીને તમામ કુટુંબના મોભી તરીકેની મુક તમામ ફરજ બજાવી.

7537D2F3 4

ગરીબોના પ્રશ્નોને વાચા આપવા માટે રાજકારણમાં કોગ્રેસ પાર્ટીમાં જોડાઈને ચુંટણી લડીને ૧૯૭૫માં જિલ્લા પંચાયત રાજકોટના સભ્ય બન્યા. ગરીબોને પોતાનો હક હિસ્સો મળે તે માટે ખુબ જ સંઘર્ષ કરતાં આ દરમ્યાન મણવર ઉપર ખુની જીવલેણ હુમલો થયેલ અને (પેરાપ્લેજીયા) નર્વ સિસ્ટમ ડેમેજ થતાં માસ સુધી હોસ્પીટલ રહેલ. ત્યારે કુટુંબના સભ્યો સહીતના સગા સંબંધીઓ સહિતના વ્યક્તિઓએ હોરપીટલ ખાતે રહીને એક નવું જીવન આપ્યું. પોતાની હિંમત અને હીસલાને કારણે ૮૫ % અપંગતા હોવા છતા પણ હિંમત રાખીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ૧૯૮૦ માં ઉપલેટા મતવિસ્તારમાંથી ધારાસભામાં ચૂંટાઈને ૧૯૮૦ થી ૧૯૮૫ સુધી ગુજરાતના શિક્ષણ ખાતાના પ્રધાન બન્યા. તેમના કુટુંબમાં ચાર દિકરીઓને દિકરા સમાન માનીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું.

બળવંતભાઈ મણવરની પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે શિક્ષણ મેળવવા માટે ખુબ જ મુશ્કેલી પડી હતી. એ વાત તેઓના દિલ-દિમાગમાં કાંટાની જેમ ખૂંચતી હતી. ૧૯૮૦માં નાયબ શિક્ષણ મંત્રી બન્યા બાદ તુરંત જ તેઓએ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ આપવાનો મનોમન નિર્ણય કર્યો એ સમયે ઘણા ગામડાઓમાં ધો-૪ અને ધો-૭ સુધીની પ્રા.શાળાઓ હતી. તાલુકાના મોટાભાગના ગામડાઓમાં હાઈસ્કુલ ન હતી હાઈસ્કુલમાં આવવાજવા માટે વાહન-વ્યવહાર ની સુવિધા હતી નહી. ઘણા બાળકો ભણવું હતું પણ તક મળતી ન હતી તાલુકા પ્લેસ સુધી જવું પોસાય તેમ ન હતું. આ સ્થિતિને આધારે જેને ભણવું હતું અને પણ તક મળતી ન હોય તેવા બાળકો માટે છાત્રાલય સાથે શિક્ષણ શરૂ કર્યું. અને પીપલ્સ વેલ્ફર સોસાયટી ઉપલેટા નામના ટ્રસ્ટની વર્ષ ૧૯૮૧માં સ્થાપના કરી અને ઉપલેટા ની નજીક સુરેશ પેટ્રોલ પંપ પાસે સાથે ધો-૧ થી ૭  આશ્રમશાળા અને ધો-૮ થી ૧ર ઉત્તર બુનિયાદી વિદ્યાલય થી શરૂઆત કરી.

મણવરે વાત વાતમાં પી.ટી.સી પ્રાયમરી શિક્ષક તાલીમી અભ્યાસક્રમ શરૂ કરવાનુ મનમાં ઘારતાં વર્ષ ૨૦૦૩માં ૫૦ બેઠકો પ્રવેશ ક્ષમતા સાથે પ્રથમ વર્ષ શરૂ કરેલ ત્યારબાદ બીજા વર્ષ આ પી.ટી.સી કોલેજમાં ૧૦૦ની બેઠકોની પ્રવેશ ક્ષમતા વધારવાની મંજુરી મેળવેલ. આમ કુલ બે વર્ષની કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦ સાથે પી.ટી.સી નો અભ્યાસક્રમ ખુબ સરસ રીતે તાલીમ આપીને શરૂઆતના વર્ષોના પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને નોકરી મળી ગયેલ છે. હાલમાં પીટીસીના અભ્યાસકમનો કેઝ ઘટતાં સારાંય ગુજરાતમાં ઘણીબધી સેલ્ફ ફાઈનાન્સ પી.ટી.સી સ્કૂલો બંધ થઈ ગઈ છે અને સરકારી પી.ટી.સી કોલેજમાં પણ સંખ્યા પુરી થતી નથી ત્યારે મણવરના સંચાલન હેઠળની પી.ટી.સી કોલેજમાં ૫૦ બેઠકો ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ લઈને અભ્યાસ કરે છે. આમ આ પી.ટી.સી કોલેજની અભ્યાસની મેથડ તેમજ અભ્યાસની ગુણવત્તાના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે.

સંસ્થામાં દર વર્ષે પરંપરાગત રીતે ૨૬મી જાન્યુઆરી તથા ૧૫મી ઓગષ્ટ રાષ્ટ્રીય તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. તેમજ ગાંધીજયંતી, રક્ષાબંધન, હોળી, અને નવરાત્રીનો તહેવાર પણ ધુમધામથી ઉજવાય છે. તેમજ જિલ્લા કક્ષાની રાસગરબા હરીફાઈમાં અમારી સંસ્થાની બાળાઓ અર્વાચીન રાસ તથા પ્રાચીન રાસ માં દર વર્ષે પ્રથમ અને દ્વિતિય નંબરે આવે છે. વર્ષમાં બે વખત વાલી સંમેલન પણ બોલાવવામાં આવે છે. આવી અનેક વિવિધ પ્રવૃતિઓ સંસ્થાના પરાંગણમાં મણવરની ઉષ્માભરી હુંફથી કરવામાં આવે છે.

મણવરને તેમના ધર્મપત્ની સવિતાબેન મણવરની સંસ્થાના વિકાસમાં ખુબજ ફાળો રહયો છે. સવિતાબેન મણવરનો સંસ્થાના દરેક વિભાગના સંચાલનમાં દેખરેખમાં, છાત્રાલયમાં રહેતી દિકરીઓની સારસંભાળ રાખવામાં તેમજ સમગ્ર પ્રવૃતિઓમાં ખુબ જ સહયોગ રહયો છે.

7537D2F3 4

ગરીબ પ્રજાના પ્રશ્નોને તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એ પ્રશ્નો પર વિચારવું મનોમંથન કરવું અને તેમની અમલવારી કરવી એ તેમના જીવનની સ્વભાવગત બાબત છે. ત્યારે વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની ગરીબી લક્ષી નિતિથી પ્રભાવીત થઈને કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૭૫માં રાજકોટ જીલ્લા પંચાયતના સભ્ય પદે ચુંટાયા.

૧૯૮૫ થી ૧૯૯૦ના સમયગાળા દરમ્યાન રાજકીય પુન:વિચારણાનો સમય આવ્યો ૧૯૮૮માં વી.પી.સીગના નેતૃત્વમાં જનતાદળમાં જોડાયા અને ૧૯૮૯માં ગુજરાતમાં જ નહિ બલ્ક ભારતભરના કુખ્યાત એવા માફીયા વિસ્તારમાં પોરબંદરની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના મહારથી ભરતભાઈ ઓડેદરાને એક લાખથી પણ વધારે મતોથી હરાવીને સાંસદ તરીકે ચુંટાયા સંસદમાં સૌથી વધારે સફળ સાંસદ તરીકેની નામના મેળવી અને ગુજરાતના કંઈ કેટલાય અણઉકેલ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી.

૧૯૮૯ થી ૧૯૯૧ સુધી ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડના ચેરમેન તરીકે સેવા આપેલા છે. અને સૌરાષ્ટ્રમાં અંદાજીત ૩૦,૦૦૦ જેટલા લો-કોસ્ટ સેનીટેશન બાંધી આપ્યા છે.

૧૯૯૧ પાર્લામેન્ટની મધ્યસત્ર ચટણી આવી અને તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે હાર્યા આ રીતે પોરબંદર સંસદીય મત વિસ્તાર ત્રણ વાર ચુંટણી લડ છે અને રાજકોટ લોકસભા મત વિસ્તારના ભાજપના મહારથી ડો.વલ્લભભાઈ કથીરીયા સામ એન.સીપી.ના ઉમેદવાર તરીકે ચુંટણી લડીને જબરજસ્ત ફાઇટ આપી હતી.

ગુજરાત રાજ્યના માજી ધારાસભ્યોની કમીટી દ્વારા બેસ્ટ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત ૧૯૮૦ થી ૧૯૯૧માં ગુજરાતના ૨૬ સાંસદોમાંથી કામગીરીની બાબતમાં ત્રીજા નંબર પ્રાપ્ત કરેલ છે.

અંતમાં કહેવું હોય તો બળવંતભાઈ મણવરે કરેલા જીવનભરના પરિશ્રમનું પરિણામ જોવું હોય તો સહુ કોઈએ ડુમિયાણી સ્થિત પિપલ્સ વેલ્ફર સોસાયટીની એક વખત મુલાકાત અવશ્ય લેવી જ રહી. બળવંતભાઈ મણવર દંપતિ સંસ્થામાં નિવાસ કરે છે. તેમની ચાર પુત્રીઓને સંસ્થામાંથી જ સાસરે છે. તેઓ તા. ૧૭-૧૦-૨૦૦૫ના રોજ બી.આર. એસ.કોલેજના પ્રિન્સીપાલ પદેથી વયમર્યાદાને કારણે નિવૃત થયા.

કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, ધારાસભ્યવિક્રમભાઈ, લલીતભાઈ, ભીખાભાઈ, બ્રિજેશભાઈ, મહેશભાઈ સહિત સૌરાષ્ટ્રના રાજકીય મહાનુભાવો હાજર રહેશે અમૃત મહોત્સવ પ્રસંગે પુસ્તકનું વિમોચન, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને રાત્રે ભવ્ય લોકડાયરાનું જાજરમાન આયોજન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.