Abtak Media Google News

વિદ્યાર્થીઓને ઈનામો આપીને પ્રોત્સાહિત કરાયા: પીએસઆઈ સહિતનાં અતિથિઓનું અદકેરુ સન્માન કરાયું

ગુર્જર સુથાર જ્ઞાતિ ગ્રામ્ય વિસ્તાર મોવૈયા પડધરી દ્વારા વિશ્ર્વકર્મા દાદાના મંદિરે નૂતન વર્ષ સ્નેહમિલન તથા વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમને માન આપીને મુંબઈથી અને મોવૈયા પડધરી તેમજ આસપાસનાં ગામ ધ્રોલ, જામનગર, ખંભાળીયા, રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, જુનાગઢ, અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા વગેરે નાના-મોટા ગામથી વિવિધ સંસ્થાઓનાં પ્રમુખો સાથે હોદેદારો અને મહેમાનો અને જ્ઞાતિ ભાઈઓ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન દયાળજીભાઈ મોહનભાઈ ભારદીયા, પંકજભાઈ એમ.ભેંસાણીયા, હર્ષદભાઈ ડી.ધારેચા, જયતભાઈ પી.જોલાપરા, જગુભાઈ ખીમજીભાઈ ભારદીયા, કાંતિભાઈ તલસાણીયા, હરૂભાઈ ગોવિંદભાઈ વઘાડીયા, જીતેન્દ્રભાઈ દેવરામભાઈ વડગામા, રમણીકભાઈ દયાળજીભાઈ ગોરેચા, યતિનભાઈ રામજીભાઈ છત્રાલીયા, હિમાંશુભાઈ ગીરધરભાઈ આમરણીયા, વિજયભાઈ પ્રાણલાલ જાલેરા, ડી.જે.બાવળેચા, પડધરીનાં પીએસઆઈ જે.વી.વાઢીયાનું પ્રમુખ ભરતભાઈ જે.કડેચાએ તથા કારોબારી સમિતિનાં સભ્યો સાથે ઈલેકટ્રોનીકસ મીડિયા રીપોર્ટર સતિષભાઈ હસમુખભાઈ વડગામાએ અભિવાદન કર્યું હતું.

7537D2F3

એલકેજીથી લઈ ધો.૧૨ સુધીના અભ્યાસમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર છાત્રોનું મચસ્થ મહાનુભાવોનાં હસ્તે શિલ્ડ તેમજ ઈનામથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પડધરી તાલુકાનાં વતની હાલ રાજકોટ રહેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરેલ જેમાં રાજકોટનાં અઘેરા પ્રતિક પ્રવિણભાઈ સીએ કમ્પલીટ કરેલ અને કુ.વિભા સુનીલભાઈ પચાસરાએ ડો.પદવી મેળવેલ તેમજ પડધરી તાલુકાનાં બાઘી ગામની દિકરી કુ.કિંજલ કડેચાએ બી.એસ.સી.માં કોલેજમાં અને સૌરાષ્ટ્રમાં ટોપર રેન્ક મેળવતા આ ત્રણેયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને અજંતા સ્ટીલ પ્રોડકટ વિજયભાઈ પ્રાણલાલ જાલેરા તરફથી સ્ટીલ ફુટ પટી અને રાઈટીંગ પેડ આપવામાં આવ્યા હતા.

Img 20191122 Wa0050

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સલાહકાર દામજીભાઈ અઘેરા, પ્રમુખ ભરતભાઈ કડચા, ઉપપ્રમુખ અશોકભાઈ ધ્રાંગધરીયા, મંત્રી કિરીટભાઈ ધ્રાંગધરીયા, ખજાનચી નિલેષભાઈ ધ્રાંગધરીયા, સભ્ય રતીલાલભાઈ અખીયાણીયા, મહેન્દ્રભાઈ ભાલારા, વિનોદભાઈ ધોરેચા, સુભાષભાઈ પચાસરા, સુરેશભાઈ વડગામા, મનસુખભાઈ ભાલારા અને રવિભાઈ ધ્રાંગધરીયા અને સહ કાર્યકરોમાં પીટુભાઈ બદ્રકીયા, નરેન્દ્રભાઈ છત્રાલીયા, મનીષભાઈ પચાસરા, જીતુભાઈ ધ્રાગધરીયા, રાજુભાઈ દુદકીયા, પ્રશાંતભાઈ ધ્રાગધરીયા, મુકુલભાઈ બદ્રકીયા તેમજ યુવા ગ્રુપનાં તમામ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.