Abtak Media Google News
૨૫ સિરામિક ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ ફટકારવા છતાં જુના ઘુંટુ રોડ પર કોલગેસનો ઝેરી કદડો જાહેરમાં છોડાયો

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની હપ્તાખોર વૃત્તિ અને માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરવાની ટેવ ના કારણે પ્રદુષણ ફેલાવતા  મોરબીના સિરામિક ઉધોગો દ્વારા વારંવાર કોલગેસનો ઝેરી કદળો જાહેરમાં નિકાલ કરી રહ્યા છે ૨૫ ફેક્ટરીઓ ક્લોઝર નોટિસ બાદ પણ ગઈકાલે જુના ઘુંટુ રોડ પર આવો ઝેરી કદળો જાહેરમાં નિકાલ કરાતા ચકચાર જોગી છે જો કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આ ઘટના માં ફરી એક વાર નમૂના લેવાની અને નોટિસ ફટકારવાની પુન: કેસેટ વગાડી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીનાં જૂનાં ઘૂટું રોડ ઉપર આવેલી સોસાયટી અને બંધુનગર પાસે આસપાસની સિરામિક ફેક્ટરીઓ દ્વારા પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે  સીલ્વર પાર્ક સોસાયટીના રહીશોમાં ઉઠેલી ફરીયાદ મુજબ આસપાસની ફેક્ટરીઓનાં કોલગેસનાં પ્રદુષિત પાણી સોસાયટીમાં પહોચી ગયા છે. પરીણામે લોકોના આરોગ્ય પર ખતરો ઉદ્દભવ્યો છે.

આસપાસની સિરામિક કંપનીઓ નીતિ નિયમો નેવે મૂકીને જાહેરમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતાં હોવાથી આ સમસ્યા સર્જાય છે. જ્યારે બંધુનગર ગામ પાસેનાં લોકોમાં ઉઠેલી ફરીયાદ મુજબ ત્યાની સિરામિક ફેકટરીઓએ કોલગેસનાં પ્રદુષિતપાણીનાં બંધુનગર પાસે જાહેરમાં નિકાલ કર્યો હતો. જેથી ગામ લોકોનું આરોગ્ય જોખમાયું છે. આ મામલે સ્થાનિક બોર્ડનાં અધિકારી બી.જી.સૂતેરેજાએ જણાવ્યુ હતું કે આ બંને સ્થળે પ્રદુષિત પાણીની અમને ફરીયાદ મળી છે. ત્યાં જઈને પ્રદુષિત પાણીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થ મોકલાવશે. જેમાં જે તે કંપની જવાબદાર ઠરાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદૂષણ બોર્ડે છેલ્લા ત્રણ મહિનામાં પ્રદૂષણ મામલે ૩૦ જેટલી કંપની સામે કાર્યવાહી કરી છે. અને ગાંધીનગરથી ૨૫જેટલી કંપનીને ક્લોઝર નોટિસો ફટકારાઇ છે. તેમ છતાં મોટાભાગના સિરામિક એકમો હમ નહીં સુધારેગે અને થાય તે કરી લો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણે ખરીદી લીધું હોય તેમ જાહેરમાં પ્રદુષિત પાણીનાં નિકાલ કરી તંત્રને પડકારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

આ સંજોગોમાં હવે જો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આકરા પગલા લેવામાં નહિ આવે  તો મોરબીના પ્રજાજનોનું આરોગ્ય જોખમશે તે નિશ્ચિત વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.