Abtak Media Google News

પહેલાનાં લોકો બહારનું  બહુજ ઓછુ ખાતા ઘરનો બનાવેલો પોષ્ટિક આહાર વધુ લેતા તેથી તે લાંબુ આયુષ્ય ભોગવતાં આજે આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિક જીવન શૈલીમાં પશ્ર્ચિમીકરણના કારણે જે બદલાવ આવી રહ્યો છે તે હિતકર નથી.

આ બોહવાને અને જીવનધોરણ અનુરૂપ સુતરાઉ કપડાં, ડ્રેસ મટીરિયલ ને બદલે પશ્ર્ચિમી ઢબનાં સિન્થેટીક, પોલીયેસ્ટર મટીરિયલમાંથી બનેલાં પોશાકોની ફેશન ભારતીયજન જીવન, સંસ્કૃતિ અને આરોગ્ય માટે અનુકૂળ છે કે કેમ તે વિચારવું જોઈએ શરીરનાં રક્ષણ ઉપરાંત ચામડીનાં રોગો અને એલર્જીની અટકાયતની દષ્ટિએ પોશાકની યોગ્ય પસંદગી મહત્વની છે.

સૌંદર્ય પ્રસાધનોમાં પ્રાણીજન્ય પદાર્થો વપરાય છે.જેમની રાસાયણિક અસરોથી ત્વચાને નુકશાન થાય છે.વન્યપશુઓનો વિનાશ અને પર્યાવરણની સમતુલા પણ જોખમાય છે.માટે આયુર્વેદિક પદ્ધતિનાં વનસ્પતિજન્ય (દાંત કુંવાર પાઠાની બનાવટ)સૌંદર્ય પ્રસાધનો ફાયદાકારક છે.

ખોરાકમાં પશ્ર્ચિમી અનુકરણને પરિણામે આપણી ટેવોમાં બર્ગર-નુડલ્સ-પીઝા વિગેરે ફાસ્ટફુડનો વપરાશ વધવા લાગ્યો છે.આ ફુડમાં ચરબી અને પચવામાં ભારે સામગ્રી (દા.ત. મેંદો) વધુ પડતું પ્રમાણ હોય છે.જો જાડાપણું, હ્વદયરોગ, લોહીનું ઊંચુ દબાણ વિગેરેને આમંત્રણ આપે છે.ઠંડા અને ગરમ પીણાંના વપરાશનો અતિરેક નુકશાન કારક છે.ભારતીય આહાર તથા વ્યંજન તરીકે વપરાતા આપણાં મરીમસાલા, પીવાના પાણીનો આગ્રહ વિગેરે આરોગ્ય વર્ધક છે અને શરીરને વધુ કાર્યશીલ બનાવે છે.સ્વાદિષ્ટ વાનગીઓ હોવા ઉપરાંત  ઘણા રોગો સામે રક્ષણ આપનારા તત્વો ભારતીય આહાર પદ્ધતિમાં છે.

Knowledge Corner Logo 2

વિદેશી જીવનશૈલી અપનાવવાથી ઘણું  નુકશાન આજનો માનવી વેઠી રહ્યો છે.વિવિધ નૃત્યો, ઘોંઘાટિયું સંગીત, મદ્યપાન, મુકત જાતીય વ્યવહારો વિગેરે માનસિક દુષણ ઊભું કરી રહ્યા છે. આને કારણે મનોવૈજ્ઞાનિક રોગોને નિમંત્રણ આપે છે.ટીવી જેવા સાર માધ્યમોનો અતિરેક બાળકો-કિશોરો અને યુવા વર્ગના માનસને દુષિત કરે છે.અને શારિરીક આડ અસરો ઉભી કરે છે.

વિભકત કુટુંબ પ્રથાને પરિણામે સામાજીક સ્વાસ્થ્ય લક્ષી અને મનો શારીરિક પ્રશ્ર્નો ઉદભવે છે.વરિષ્ટ નાગરિકોની સાર-સંભાળના પ્રશ્ર્નો અને માનસિક સ્વસ્થ્યની સમસ્યાઓ પણ પેદા થવા લાગી છે.ઔધોગિકીકરણને લીધે અવાજનું દુષણ, અકસ્માતોનું વધતું પ્રમાણ,માનસિક બેચેની અને લોહીના પરિભમ્રણ સંબંધિત તકલીફો  ઉપરાંત વ્યવસાયિક રોગોની સમસ્યાઓ આરોગ્ય માટે જોખમ કારક બને છે.વ્યાવસાયિક અને શહેરીકરણની પરિસ્થિતિના કારણે ઝુપડપટ્ટીમા વસવાટો તેમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે તેમજ રહેલી કરણીની રીતભાતોને લીધે સૌથી વધુ માત્રામાં રોગોની સમસ્યા પેદા થઈ છે.

ચિકિત્સા પદ્ધતિનાં આધુનિકીકરણથી આપણે ઘણાં રોગો પર કાબુ મેળવી લીધો અને મૃત્યુંનું પ્રમાણ ઘટાડયું છે.પરંતુ જન્મપ્રમાણ ઘટતુ નથી.તેથી વસ્તી વધારાની સમસ્યા અને તેની આડઅસરોએ આરોગ્યના વધુ જોખમો પેદા કર્યા છે.કુપોષણ જાતીય રોગો,શિક્ષણનો અભાવ અને તેનાં કારણે આરોગ્ય સંભાળ,માતાનું આરોગ્ય,કિશોરા વસ્થાના જનન આરોગ્યના પ્રશ્ર્નો વિગેરે બાબતો વસ્તીવધારા સાથે સંકળાયેલ આરોગ્યનાં જોખમ છે.વધુ પડતું વસ્તીનું પ્રમાણ અને તેની વિપરીત અસરો વ્યકિતગત અને જાહેર આરોગ્ય માટે પડકારજનક છે.

માનવવિકાસ સુચક આંકમાં આરોગ્યના જટિલ પ્રશ્ર્નો અને જોખમનું નિરાકરણ લાવીને વધુ સારી આરોગ્યપ્રદ સ્થિતિની જળવાઈ રહે તે અત્યંત મહત્વની બાબત છે. કોઈ પણ સમાજ અને રાષ્ટ્ર માનવ સમાજના સર્ંવાગી વિકાસ સ્તરના નિર્ણાયક ઘટકોમાં આરોગ્યસ્તરનો પણ સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય એ આપણો બંધારણીય અધિકાર છે. દેશનાં દરેક નાગરિકનું સ્વાસ્થ્ય જળવાય અને જો કોઈ માંદા પડે તો તેની સારવાર કરવા માટેની વ્યવસ્થા સરકારના આરોગ્ય  વિભાગ દ્વારા થાય છે.આ સિસ્ટમ માત્ર બિમાર લોકોની સારવાર કરે એટલું નહી પણ રક્ષણ-જતન તેમજ સંવર્ધન માટે સર્ંવાગી સેવાની વિતરણ વ્યવસ્થા હોવી જરૂરી છે.વિશાળ જનસંખ્યા ધરાવતાં આપણાં દેશમાં નાગરિકો માટે આ માળખું રાષ્ટ્રકક્ષાથી ગ્રામ્યકક્ષાએ છે કે છેવાડાના માનવી મુદ્દત વિસ્તરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.