Abtak Media Google News

હડતાલને ૪૦ દિવસ બાદ કોઇ નિરાકરણ ન આવતા ત્રણ કર્મચારીઓએ આત્મવિલોપનની જાહેરાત કરતા સ્થાનિક પોલીસ ખડેપગે

ધ્રાગધ્રા ઉઈઠ કંપની સામે છેલ્લા ૪૦ દિવસથી કેટલાક કામદારોએ હડતાલ શરુ કરી છે. તેઓની મુખ્ય માંગ પોતાને કાયમી કરવા, સિનિયોરીટી મુજબ કંપનીમાં કામ આપવા સહિતની છે. અગાઉ ઉઈઠના કામદારો દ્વારા હડતાલ કરાઇ હતી પરંતુ જે તે સમયે કંપનીના સંચાલકો દ્વારા કામદારોને હડતાલ સમેટવા માટે લોલીપોપ અપાયો હતો. જ્યારે બાદ કામદારોને માંગ લાંબા સમય સુધી સ્વીકારવામાં નહિ આવતા ફરીથી આંદોલનની શસ્ત્ર ઉગામાયુ હતુ. આ વખતે આંદોલનકર્તા કામદારો દ્વારા પોતાના આંદોલનના “આર-પારની લડાઇ”નુ સુત્ર આપ્યુ છે જેથી કંપનીના સત્તાધીશોને જાણ થઇ ગઇ છે કે હવે કામદારો પોતાની માંગ સ્વિકાયાઁ બાદ જ આંદોલન સમૂટશે જેથી કંપની સામે છાવણી નાખી બેઠેલા અંદાજે ૧૦૦થી પણ વધુ કામદારો દ્વારા છેલ્લા ૪૦ દિવસથી હડતાલ શરુ કરી છે. જ્યારે આ હડતાલ સમય દરમિયાન કંપનીના સત્તાધીશો દ્વારા કામદારોને માંગ અથવા તેઓની સાથે વાટાઘાટો કરવા માટેનો સમય નથી મળ્યો જોકે કામદારો દ્વારા આંદોલન શરુ કર્યા ત્યાંરથી અત્યાર સુધીમાં અર્ધનગ્ન હાલતમાં સુત્રોચ્ચાર, મુંડન કરાવી વિરુધ્ધ પ્રદર્શન કરાયુ હતુ છતા પણ સત્તાધીશોની આંખ નહિ ખુલતા આંદોલન પર બેઠેલા કામદારો પૈકી ત્રણ કામદારો દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. એક સાથે ત્રણ કામદારોએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવાની જાણ તંત્રને થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ખડે પગે રહ્યો હતો. સ્થાનિક ડી.વાય.એસ.ની, સીપીઆઇ, સીટી તથા તાલુકાના પીઆઇ સહિત તમામ પોલીસકર્મીઓ હાજર રહી આત્મવિલોપન કરતા કામદારોને રોકવા મહેનત હાથ ધરી હતી જોકે આત્મવિલોપનની ચિમકી આપેલ ત્રણ કામદારો પોલીસથી દુર હોવાથી પોલીસે આત્મવિલોપન થાય તે પહેલા આ ત્રણેયને શોધવા પાતાળ અને આકાશ એક કરી નાખ્યુ હતુ. આ તરફ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારનાર ત્રણેય આંદોલનકારીઓએ આત્મવિલોપનનો સમય નહિ જણાવતા આખા દિવસ દરમિયાન પોલીસ અધિકારીઓ હડતાલ છાવણી પાસેથી જરા પણ ડગ્યા ન હતા ઉલ્લેખનીય છે કે કર્મચારીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.