Abtak Media Google News

૧૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આનંદી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી તા.૧૬ને રવિવારના રોજ ૧-લક્ષ્મીનગર આંબેવ ચોક, ભક્તિનગર રેલવે સ્ટેશન રાજકોટ ખાતે ૧૮માં શાનદાર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારના શુભ દિને સવારે ૬ કલાકે મંડપ મુહૂર્ત ત્યારબાદ જાન આગમન, સવારે ૧૦ કલાકે હસ્ત મેળાપ, સન્માન સમારંભ અને ત્યારબાદ ભોજન સમારંભ યોજાશે. આ તકે અનેક નામાંકીત, રાજકીય, સામાજિક મહાનુભાવો ધનસુખભાઈ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી સહિતના અધિકારીઓપદાધિકારીઓ પણ હાજરી આપવાના છે.

પ્રભુતામાં પગલા પાડનાર દિકરીઓને સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ કરીયાવરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટના અગ્રણીઓ રમેશભાઈ ચાવડીયા, ધનસુખભાઈ કાસમપરા, હિરેનભાઈ રાઠોડ, બહાદૂરભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ મોરી, શૈલેષભાઈ રાઠોડ, મહેશભાઈ વરમોરા, દિલીપભાઈ ચાવડીયા, રમેશભાઈ આહિર, પ્રકાશભાઈ જોટાણીયા, હરેશભાઈ મોરીધરા, સંજયભાઈ પરમાર, તુષારભાઈ સોનરાજ, ઉમેશભાઈ જાડેજા, મનોજભાઈ પાડલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે. આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.