Abtak Media Google News

૬ ટીમ લેશે ભાગ: મેયર, પોલીસ કમિશનર સહિત સંતો-મહંતોની ઉપસ્થિતિ

રાજકોટ વાલ્મિકી આર્ટીસ્ટ કલબ દ્વારા પ્રથમ વખત એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કાલે ડ્રાઇવઇન સીનેમા, કાલાવાડ રોડ, ખાતે કરી રહ્યા છીએ તેમાં રાજકોટ વાલ્મીકી સમાજના દરેક કલાકારો બહોળી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે જેને એક સુત્રે બાંધવાનુ બીડુ યુવા પ્રમુખ અને જાણીતા રીધમીસ્ટ હિેતેષભાઇ ઢાંકેચા તથા ઉપ પ્રમુખ ખોડીદાસભાઇ વાધેલા દ્વારા બીડુ ઉપાડવામાં આવ્યુ છે, યુવાનો માં પ્રીય ‘ક્રિકેટ્ર’ના માધ્યમથી વાલ્મીકી કલાકારોને એકસુત્રે બંધાય તેવા શુભ આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરેલ છે.

આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલા મોરચા પ્રભારી અંજલીબેન વિજયભાઇ ‚પાણી, નિતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, પોલીસ કમિશ્ર્નર મનોજભાઇ અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, કિર્તીદાનભાઇ ગઢવી, મુકેશભાઇ પરમાર, કરશનભાઇ વાધેલા, હેમુભાઇ પરમાર, અજયભાઇ વાઘેલા તેમજ વાલ્મીકી સમાજના સીનીયર  કલાકારો  ભરતભાઇ ઢાંકેચા, રમેશભાઇ ચૌહાણ, ભગવાનજીભાઇ પરમાર, ભીખુભાઇ વાધેલા, દિનેશભાઇ વાધેલા, બાબુભાઇ ચુડાસમા તેમજ અમારા વાલ્મીકી સમાજના દરેક લતા ના પટેલઓ તેમજ સંતો મહંતો હાજર રહેશે.

5 Bannafa For Site 1 2

અમારી વાલ્મીકી સમાજની ક્રિકેટ ટુનામેન્ટની ટીમોને રાહુલ મહેતા, આર.આર.ઇવેન્ટ, તેજસ સિસાંગીયા, ઝીલ એન્ટરટેઇનમેન્ટ,  જગવલ પટેલ, રાજ કીંગ ઇવેન્ટ, મોન્સ્ટીક ઇવેન્ટ, મોન્સ્ટીક, શુભમ ઇલેવન, ટી ઇવેન્ટ, ગોપાલબાપુ નગીચાણાવાળા, આલાપ ઇવેન્ટ, મોન્ટુ મહારાજ, અનમોલ કીડસ વેર, અમીત જુગાતીયા દ્વારા ટીમોને સ્પોન્સર કરવામાં આવી છે. પ્રમુખ હિતેષભાઇ ઢાંકેચા, ઉપ પ્રમુખ ખોડીદાસભાઇ વાધેલા, ખજાનચી રવીભાઇ સોનિયા, અમીતભાઇ ઝાલા, વિજયભાઇ બારૈયા, દિપકભાઇ વાધેલા, પ્રકાશભાઇ પરમાર, જગદીશભાઇ વાઘેલા, વિજયાબેન વાઘેલા, તુષારભાઇ ચુડાસમા, ભાવેશભાઇ મેરાણ, પ્રકાસભાઇ ચૌહાણ, વિમલભાઇ સોઢા, રવિભાઇ વાઘેલા તથા પ્રદિપભાલ પઢીવારે અબતક પ્રેસની મુલાકાત લઇ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.