Abtak Media Google News

પૂર્વ પ્રમુખે મંજુર કરેલા રોડ-રસ્તાના કામો ફરી એજન્ડામાં લેવાતા ભ્રષ્ટાચારની બૂ..

મોરબી નગર પાલિકામાં નવનિયુક્ત સત્તાધીશોને રોડ-રસ્તાના કામો મામલે પાલિકાના અધિકારીઓ મૂર્ખ બનાવી રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પૂર્વ પાલિકા પ્રમુખના પતિ દ્વારા કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

મોરબી નગરપાલિકામાં વિકાસ સમિતિ ની રચના કરનાર મહેશભાઈ રાજ્યગુરુએ સોશિયલ મીડિયા મારફત પાલિકાના સાદસ્યોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, આપને જણાવવા નુ કે તત્કાલ પ્રમુખ નયનાબેન રાજયઞુરુ દ્રારા મોરબી ના ૧થી ૧૩ વોર્ડમા પ્રજા ની સૂખાકારી માટે રોડ રસ્તા ના કામ મંજુર કરી ટેન્ડર પણ ખોલી જે તે એજન્સી ને વર્ક ઓર્ડર આપી દીધેલ  ને કામ ચાલૂ કરવા જણાવેલ તેવા કામો માટે ફરી એજન્ડા મુકાયા છે.

વધુમાં આ અગાઉ પૂર્વ પ્રમુખે

વોર્ડનં૧મા  મીરાપાર્ક, જનકનગર,કુબેરનગર ના બાકી રહેતા રસ્તા,હર્ષવાટીકા,રોયલ સોસાયટી, કારીયા સોસાયટી આ બધા કામ ના ટેન્ડર કરી વર્કઓર્ડર આપી દીધા હોવા છતા નવા એજન્ડા મા કામ લઈ સદસ્ય ને મૂરખ બનાવવા મા આવે છે.

વધુમાં ઉપરોક્ત કામો મંજુર થયાની માહિતી માટે પ.વ.ડી.ડિપાર્ટમેન્ટ મા જોઈ શકાય તેમ છે અને આ રોડ ચાલુ કરાવવા ચીફ ઓફિસરને ભાર પૂર્વક રજૂઆત કરવા અંતમાં મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું.

આમ,છેલ્લા દોઢેક માસ થી શાંત પડેલ મોરબી નગર પાલિકામાં ફરીથી વિવાદ થવાના સ્પષ્ટ એંધાણ મળવા શરુ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.