Abtak Media Google News

કોરોના વાયરસના સંક્રમણની સાઇડ ઇફેકટ: માનસિક રોગોમાં પણ વધારો: મનોચિકિત્સકોના ફોન રણકયા

વિશ્ર્વભરમાં કોરોનાની મહામારીનો કહેર વધતો જઇ રહ્યો છે. ત્યારે ભારતમાં સાવચેતીના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ર૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે આ સમયમાં લોકોને ઘરમાં બેસી રહેવું ફરજીયાત થઇ ગયું છે. લોકોના મગજમાં કોરોના ને લઇ લોકડાઉન થતા ડર, તણાવ અનુભવી રહ્યા હોય ત્યારે આવી માનસિકતામાંથી કઇ રીતે બહાર નીકળી શકાય તે માટે મનોચિકિત્સાકનું શું કહેવું છે કઇ રીતે આવી માનસિકતામાંથી બહાર નીકળી શકાય તે જાણીએ.

Vlcsnap 2020 04 02 09H56M47S179

અબતક સાથેની વાતચીત દરમિયાન મનોચિકિત્સક ડો. સ્વાતિ બ્રારૂએ જણાવ્યું હતું કે અત્યારનો સમય એવો સમય છે જેમાં લોકો ફરજીયાત ઘરે બેસવું પડે તેમ છે આ સમયમાં જેટલી પ્રોઝીટિવીટી રાખીએ અને ધૈર્ય રાખવું જોઇએ. આ સમયમાં હું માનું છું કે લોકોની ચિંતા, ડિપ્રેશન એન્ઝાઇટી વધી જાય, ત્યારે કોઇપણ વસ્તુનો એક ક્રેઝ છે અને તે નીકળી જશે પહેલા આપણે જ એવું બોલતા કે મારી પાસે સમય હોય તો આ કરીશ તેમ કરીશ તો આ એ જ સમય છે જે તમે ફેમીલીને આપી શકો. જેમાં તમે યોગા, કસરત, વિવિધ રમતો, ટીવી જોવું, આરામ કરી શકો છો.

અત્યારે બધા ચિંતા કરે તે નોર્મલ છે પરંતુ ચિંતાથી ઇફેકટ ન થવું જોઇએ. રિલેકસ રહેવું ફેક ન્યુઝ પેડલર્સથી દુર રહેવાનું ઓર્થેન્ટીક ન્યુઝ જોવાના બધુ જ મગજમાં લઇ ટેન્શન, ચિંતા વધશે. જેથી જો તમારા ઘરમાં નાનુ બાળક હોય તો એની સાથે સમય પસાર કરો જેથી ચિંતા ડર દૂર થઇ જાય. અત્યારે અમને ઘણા દર્દીઓના કોલ આવે છે ડર લાગે છે. ચિંતા થાય ત્યારે અમે તેમને ફોન પર કાઉન્સીલીંગ કરી આપીએ, આ ર૧ દિવસ પોઝીટીવ રીતે આનંદ સાથે વિતાવવા જોઇએ ડરવું જ જોઇએ.

Vlcsnap 2020 04 02 09H56M32S455

અબતક સાથેની વાતચીત દરમિયાન મનોચિકિત્સક ડો. ભાવીન ધમસાણિયાએ જણાવ્યું હતું કે, અત્યારના આ સમયમાં લોકોને એવું લાગે કે અમે જેલમાં પુરાય ગયા. જેમાં ખાસ પુરૂષો કે જેમણે આ રીતે ઘરમાં રહેવાની આદત નહોતી નથી. ત્યારે આ સમયમાં ઘરે રહી પરિવારને સમય આપવો. ત્યારે લોકોમાં ડર વધુ જોવા મળી રહ્યો છે. ડર કેવો તે કે હું બહાર જઇશ તો કોરોના થશે વિડીયો જોઇને લોકો પેનીક થાય.

આ સ્થીતીમાં સ્વશિસ્ત પર આધારત હતી. ત્યારે હું એવું કહીશ કે હળવી કસરત વ્યાયામ, પ્રાર્થના પુસ્તક વાંચન વિવિધ રમતો અને વાતાવરણ પોઝીટીવ રાખીશું તો જે હાલનો માહોલ છે તેનાથી ડર તણાવ, ડિપ્રેશન નહી આવે. ઘરના બધા સાથે બેસીને સારા પુસ્તકોનું વાંચન કરે. રમતો રમવી જુની યાદો તાજી કરવી જોઇએ. જેથી કોરોનાનો ડર છે તે દુર થશે.

હું એમ કહીશ કે બને ત્યાં સુધી ન્યુઝ ચેનલ તથા વોટસઅપ ઓછા જોવા  હા જરૂરત પૂરતાં જોઇએ. ને બીજું જોઇ શકીએ. કારણ કે ફકત ન્યુઝ જોશો તો તણાવ વધી શકે ડર લાગે. અત્યારના આ સમયમાં ઘણા પેશન્ટનો કોલ આવતો હોય છે. આ કોરોના મને તો નહીં થાય તે થશે તો શું એવા બધા પ્રશ્ર્નો હોય છે જેને અમે સમજાવતા હોય, આ પરિસ્થિતિમાં ઘરમાં બેસીને લડવાનું છે. પેનીક નથી થવાનું સારો પારિવારિક માહોલ સર્જી ર૧ દિવસને વિતાવવા જોઇએ.

Vlcsnap 2020 04 02 09H55M42S255

અબતક સાથેની વાતચીત દરમિયાન મનોચિકિત્સક ડો. મુકેશ પટેલએ જણાવ્યું હતું કે, ર૧ દિવસ લોકડાઉનએ કોઇ સામાન્ય રજા જેવી સ્થીતી નથી. એક દિવસ રજામાં પણ લોકો ઘણું બધુ આવન જાવન કરતા હોય છે. પરંતુ ર૧ દિવસનું લોકડાઉન દેશની સ્વસ્થતા માટે સમગ્ર દેશના કલ્યાણ માટે લેવામાં આવેલો નિર્ણય છે. આ નિર્ણય સરકાર દ્વારા અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દરેક વ્યકિત પાંચેક સ્ટેજમાંથી પસાર થાય તેવું મનોવિજ્ઞાનીક રીતે કહી શકુ કે જેમાં પ્રથમ શોક લાગે કે અરેરે આ શું થયું? હું તો કાંઇ માનવાનો જ નથી. પછી થોડા ડિસ્ટબન્સ પછી એ વસ્તુને સ્વીકાર કરી લે છે જો માહીતી યોગ્ય રીતે મળી રહેશે તો જવાબદારી પૂર્વક ઘરે રહેશે.

ડર, ફસટેશનના ઘણા કારણો છે એકતો વ્યકિતગત કારણ છે કારણ કે આ સ્થિતિમાં વ્યકિતને પણ અસર થતી જ હોય છે કોઇ વ્યકિતનું કામકાજ કરવાનું અટકી જાય છે. મિત્રો સગાસંબંધીઓ ને મળવાનું અટકી જાય છે. કોઇ વ્યકિતની લાઇફ ઇકોનોમીકલી પણ ચેન્જ થાય છે. તેની આવક ધંધાની ચિંતા પણ રહે છ અને આ એકવીસ દિવસ પછી મને કોરોના થશે તો શું થશે?

આ સ્થીતીમાંથી પસાર થઇશ કે કેમ? જીવતો રહી કે કેમ? આ બધી પરિસ્થિતિમાંથી વ્યકિતએ પસાર થવાનું છે. વ્યકિતની માનસીક સ્થીતીની જેમ આખા સમાજની થઇ એક માનસીક સ્થિતિ છે. સમાજનું પણ એક મન છે. સમાજના મનમાં અત્યારે ઘણા લોકોને મજાક સુઝશે, ઘણા લોકોને અફવાઓ ફેલાવવાનું સુઝશે ઘણા લોકો ઉદાર અને ઘણા લોકોને એકબીજા પ્રત્યે વેરભાવ દુશ્મનની ઉદભવે છે જે સૌથી ગંભીર બાબત છે.

ર૧ દિવસને સમય કેવી રીતે પસાર કરવો જોઇએ તે મનુષ્યનું આખુ અસ્તીત્વની જો વાત કરીએ તો શરીર છે શરીરમાં મન છે મનથી વધારે સુક્ષ્મ બુઘ્ધી છે બુઘ્ધીથી સુક્ષ્મ અહંકાર છે અને એક આત્મા છે આ પાંચ પાંચની પોતપોતાની જરુરીયાત છે. શરીરની જરુરીયાત છે કે પ્રોપર  ફુડ મળે પોપર રેસ્ટ મળે જાહેર જનતાને મારો અનુરોધ છે કે તમે તમારા શરીરનું સરસ ઘ્યાન રાખે તમારા શરીરની ડીસીપ્લાન કોન્ટેન કરી શકો. તેવી અત્યારે સમય મળ્યો છે બીજું છે મન છે કોઇ વસ્ત કરવાનું મન થાય તે એક કુદરતી તરંતી ઘટના છે. જરુરી નથ કે એ તરંગો પુરી કરી તો જ ચાલે જો મનને અતિશય મનોરંજનની ટેવ પડશે. ખાસ આ ર૧ દિવસ દરમિયાન તો આ ર૧ દિવસ મન પર કાબુ પણ મેળવી શકશું આપશે. જો મનોરંજનની અતિશય ટેવ પડી જશે તો ર૧ દિવસ પછી ફકત મનોરંજન જ સુઝશે. બીજુ કોઇ કરવાની ટેવ નહી પડે ત્રીજું કે બુઘ્ધી આ ર૧ દિવસ બુઘ્ધીને કસવાના કામ દિવસમાં એકાક કલાક કરવા જોઇએ. અહંકાર દરેક વ્યકિતમાં હોય છે. આ ર૧ દિવસ અહંકારથી પણ દુર રહેવું જોઇએ. જો થોડા સેવાના કાર્ય કરીએ તથો આ અહંકારથી દુર થઇ શકશો.

તમે તમારી જાતને મારી નાખો અથવા તમે કોઇ બીજાને મારી નાખો ર૧ દિવસ પડતી મુશ્કેલી એ કશું નથી. આપણે ર૧ દિવસ પડતી મુશ્કેલી થી હતાશ થઇને અનઇચ્છનીય પગલું ભરવું જોઇએ. નહી જીલ્લા વહીવટી તંત્ર જે સેન્ટર છે ત્યાં અમે કોરોન્ટાઇન કરેલા લોકોને કોલ કરી તેમની માનસીક સ્થીતી વિશે તાગ મેળવ્યો છે. અને અમને ઘણા એવા સામાન્ય કોલ આવે છે કે ભુખ ઓછી થઇ ગઇ છે, ગમતું નથી એવા સામાન્ય ફોન આવે છે કયારેય કોઇએ મરી જઇશ  કે મારી નાખીશ તેવી કમ્પલેન આવી નથી. અને હું જનતાને એ જ કહી શકે ધીરજ ધરજે શાંત રહેજો બધુ બરાબર થઇ જશે.

Vlcsnap 2020 04 02 09H56M16S068

અબતક સાથેની વાતચીત દરમિયાન મનોચિકિત્સક ડો. ભાવેશ કોટકએ જણાવ્યું હતું કે લોકડાઉનને લોકો પિંજરે પુરાયેલા પંછી હોય તેવી રીતે જોઇ રહયા છે. લોકોને કયારેય આવો અનુભવ થયો નથી. આપણું મન ચંચળ છે જે નથી કરવાનું તે કરવા ઇચ્છા થાય ત્યારે બહાર જવાનું મન થાય, ન જઇ શકીએ તો તણાવ, વિગ્રતા, અનુભવાય લોકો ઘણી ચિંતા કરે જેવી મારા કામ ખોટી થાય, ધંધામાં નુકશાન થશ મને કોરોના થશે કેમ ઘરમાં સમય કાઢવો, વગેરે તેને કારણે તણાવ અનુભવતા હોય.

ત્યારે આ સમય એવો છે જેમાં તમે પરિવાર સાથે સમય પસાર કરો પોઝિટીવ થીક કરો વ્યાયામ, આરામ, વિવિધ ઘરમાં રમી શકાય તેવી રમતો રમો નાના બાળકોને સમય આપો, ઘરમાં સાથે બેસી જુની યાદો તાજી કરો બહુ ટીવીમાં કોરોનાના સમાચાર અફવાઓથી દુર રહેવું જોઇએ. આ સમયમાં ડરવા કરતા પોઝિટીવી સકારાત્મક વિચાર કરીએ સારા પુસ્તકોનું વાંચન કરવું જોઇએ. રિલેકસ રહેવું જોઇએ આ સમય ચાલ્યો જ જશે. તેથી તેના વિશે ખોટો ડરના રાખીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.