Abtak Media Google News

આસિસ્ટન્ટ કલેકટર દ્વારા શહેરની તમામ બેન્કના મેનેજરને નિયમની અમલવારી કરાવવા અપીલ

હળવદ શહેર સહિત દેશભરમાં લોક ડાઉનની કડક અમલવારી ચાલી રહી છે ૨૧ દિવસના લોકડાઉનનો નો આજે ૧૧મો દિવસ છે ત્યારે ખાસ કરીને હળવદ શહેર ની બેંકો અને એટીએમ બહાર લોકો પગાર તેમજ અન્ય જરૂરી રકમ ઉપાડવા લાઇનો લગાવી રહ્યા છે જેથી મોટા ભાગની બેંકો બહાર સામાજિક અંતરનો ભાવ જોવા મળ્યો હતો જેથી આસિસ્ટન્ટ કલેકટર ગંગાસીંહ દ્વારા તાત્કાલિક શહેરની તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ બેંકોને  તાકીદ કરાઈ છે કે આ મહામારીને ફેલાતી અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખુબ જરૂરી છે જેથી આપની બેન્ક એટીએમમાં નાણાકીય કામ અર્થે આવતા ગ્રાહકો માં પણ સોશિયલ  ડીસ્ટન્સ જળવાઈ રહે એ ખૂબ જરૂરી હોય જે મુજબ વ્યવસ્થા ગોઠવવી તેમજ એટીએમ માં આવતા ગ્રાહકો માં પણ સોશિયલ ડીસ્ટન્સ જાળવવા તેમજ એટીએમ કાઉન્ટર પર પણસેનીટાઈઝર  ની વ્યવસ્થા કરવા તેમજ એટીએમ મશીન નો ઉપયોગ કરનારના  હાથ સેનેટાઈઝ કરીને પછી લોકો એટીએમ મશીન નો ઉપયોગ કરે તે માટે એટીએમના સિક્યુરિટી ગાર્ડને પણ સમજૂતી આપવા જણાવાયું છે.

હળવદ પોલીસ અબોલ પશુઓ માટે આગળ આવી

Img 20200404 Wa0019

હળવદ પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગૌમાતા ને ઘાસચારો નાખવામાં આવ્યો હતો ત્યારે આજે બીજા દિવસે પણ આ સેવાકીય  પ્રવૃત્તિ યથાવત્ રહી છે અને પી.આઈ સંદીપ ખાંભલા,તેજશભાઈ પટેલ, યોગેશદાન ગઢવી,દેવુભા ઝાલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રસ્તાઓ પર રખડતી ગૌ માતાઓને ઘાસચારો આપ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.