Abtak Media Google News

રજિસ્ટ્રેશન બાદ ખેડૂતોએ માલના સેમ્પલ સાથે માર્કેટીંગ યાર્ડ જવું પડશે

બેડી માર્કેટીંગ યાર્ડમાં રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ મો.નં.૬૩૫૬૦૬૬૦૩૧ અથવા ૬૩૫૩૩૯૮૬૩૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે

વિશ્વના લગભગ મોટાભાગના દેશો હાલ વ્યાપ્ત કોરાના મહામારીને કારણે ભયગ્રસ્ત છે. ભારતમાં પણ આ મહામારીની વ્યાપ્તતા દિન-પ્રતિદિન વધી રહી છે. આ કારણોસર ચાલી રહેલ લોકડાઉનની આ વિકટ પરિસ્થિતીમાં ખેડુતો દ્વારા ઉત્પાદીત પાકનું સમયસર વેંચાણ થાય અને ગ્રામિણ અર્થતંત્ર જળવાઇ રહે તે માટે રાજય સરકારના ખેત બજાર અને ગ્રામિણ અર્થતંત્ર, વિભાગના નિયામકના પરીપત્ર અનુસાર માર્કેટીંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી સાથે  કામકાજ શરૂ કરવા સુચના અપાઇ  છે.

રાજકોટ જિલ્લાના ખેડૂતો દ્વારા તેમના ઉત્પાદીત માલના વેંચાણ અંગે સબંધીત માર્કેટીંગ યાર્ડમાં તા. ૨૧/૦૪/૨૦૨૦ સુધીમાં ટેલીફોનીક રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. જિલ્લાના ખેડૂતો તેઓના ઘઉં, ચણા, જીરૂ, ધાણા, એરંડાના પાકના વેંચાણ માટે જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં સવારે ૯-૦૦ કલાક થી બપારે ૧-૦૦ કલાક તથા બપોર બાદ ૨-૦૦ કલાક થી સાંજના ૬-૦૦ કલાક સુધી ટેલીફોનીક રજીસ્ટ્રેશન કરી શકશે.

ટેલીફોનીક રજીસ્ટ્રેશન માટે રાજકોટમાર્કેટીંગ યાર્ડ (બેડી) ખાતે ફોનનં-૬૩૫૬૦૬૬૦૩૧ તથા ૬૩૫૩૩૯૮૬૩૫ પર, ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ફોનનં- ૭૩૫૯૨૮૦૫૬૭ તથા ૯૮૭૯૫૦૦૮૭૨ પર, જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ફોનનં-  ૯૫૮૬૬૮૩૯૮૩ પર,જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે ફોનનં –  ૯૬૩૮૫૯૬૧૧૧ અને ૯૯૭૮૧૧૭૫૭૩ પર,ઉપલેટા માર્કેટીંગ યાર્ડ ખાતે ફોનનં- ૯૦૩૩૩૧૬૯૧૦ તથા ૯૯૨૫૦૨૮૦૨૨ પર તથા ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે ફોનનં- ૯૯૨૫૦૨૪૩૭૦ ઉપર જણાવેલા સમયે ફોન કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

રજીસ્ટ્રેશન થયા બાદ માર્કેટ યાર્ડ દ્વાર ખેડૂતોને માલ વેંચાણ અંગે તારીખ અને સમય ફાળવવામાં આવશે. તે સમયે ખેડૂતોએ માલના સેમ્પલ સાથે માર્કેટીંગ યાર્ડ જવાનું રહેશે. ખરીદી માટે  વેપારી કમીશન એજન્ટ-મજુરોએ વાહન મારફત અવરજવર માટેના પાસ તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમ ટી.સી.તીરથાણી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.