Abtak Media Google News

શહેરમાં નાના કામો મેળવી આવા કારીગરો ગુજરાન ચલાવે છે: જય આપાગીગા યુનિયન ગ્રુપની કલેકટરને રજૂઆત

શહેરમાં નાના પાયે ચાલતા કડિયાકામોને મંજુરી આપવા તેમજ આવુ છુટક કામ મેળવી ગુજરાન ચલાવતા કારીગરોને પાસ કાઢી આપવા શહેરના આવા ૪૦ હજારથી વધુ કારીગરો વતી જય આપાગીગા યુનિયન ગ્રુપે કલેકટરને રજૂઆત કરી છે.

કલેકટરના આદેશ અનુસાર રાજકોટ શહેરમાં બિલ્ડિંગ ક્ધસ્ટ્રકશનની છૂટ આપવામા આવી છે. પરંતુ બિલ્ડિંગના મોટા કામોમાં બિલ્ડરોનો જ પ્રવેશ થાય છે ત્યારે શહેરની અંદર વસતા મંજૂર અને કડિયા ભાઇઓ જે રોજનુ કમાઇ પોતાનુ ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આવા કડિયાકામના નાના કારીગરોને પાસ કાઢી આપવા તેમજ છૂટક કડિયાકામને મંજૂરી આપવા જય આપાગીગા યુનિયન ગ્રુપે કલેકટરને રજૂઆત કરી છે. આ ઉપરાંત શહેરમાં ક્ધસ્ટ્રકશનનુ મટીરીયલ્સ પણ સાઇટ પર પહોંચે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ કારીગરો સરકારના નિયમોનુ પાલન કરશે તેવી ખાત્રી પણ આપી રહ્યા છે. આ રજૂઆત અંતર્ગત કાચા ટાઇલ્સ ફટીંગ એસોસિયેશનના પ્રમુખ હસમુખભાઇ કાચા, અરવિંદભાઇ રાઠોડ, પરાગભાઇ ટાંક અને દિપકભાઇ ગોહિલે ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.