Abtak Media Google News

કેઈઝન ફેરોકાસ્ટના હિમાંશુભાઈ વાછાણીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પૂર્વે કંપનીની સ્થિતિ કયાંકને કયાંક સુધારા પર જોવા મળતી હતી પરંતુ કોરોના અને લોકડાઉન બાદ સ્થિતિનું જે નિર્માણ થવા પામ્યું છે. તેનાથી કંપનીને ઘણીખરી માઠી અસરનો સામનો કરવો પડયો છે. આ તકે હિમાંશુભાઈ વાસાણીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે આટલા સમયગાળા દરમિયાન જે પરપ્રાંતીય મજૂરોને સાચવવામાં આવ્યા ત્યારે હવે તેઓને વતન મોકલાવાતા ધંધા રોજગારી ઠપ્પ થઈ હોવાની ભીતી સેવાઈ રહી છે. કંપનીને ડર છે કે રો-મટીરીયલની અપૂરતી હોવાથી માંગમાં ઘણો ખરો ફેર પહોચ્યો છે. અને કયાંક એવી પણ આશંકા સેવાય છે કે કંપનીને મળેલા પ્રોજેકટ અન્ય દેશોમાં ચાલ્યા ન જાય તેમના જણાવ્યા મુજબ પરિવહન ક્ષેત્રે વેગ આપી શરૂ કરે તો રો-મટીરીયલ અને સ્ટોકનો પ્રશ્ર્નો ઉદભવે છે. તે યથા યોગ્ય રીતે ચાલી શકશે અંતમાં તેઓનું માનવું છે કે સરકાર જીએસટી અને વ્યાજ માફીમાં જો રાહત આપે તો ઉદ્યોગને નવું જીવન મળી શકશે અને સરકારે નાણાંકીય સહાય આપવી પણ એટલાજ અંશે જરૂરી છે.

03 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.