Abtak Media Google News

ઉદ્યોગકારોને શ્રમિકો, ટ્રાન્સપોર્ટેશન, રો-મટીરિયલ સહિતની સમસ્યા વિકરાળ

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Vlcsnap 2020 05 08 11H34M10S474

તુલસી મેટલ પ્રાઇવેટ લીમીટેડના માલિક જલ્પેશભાઇ કાછડીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલા માર્કેટની સ્થીતી ખુબ સારી હતી અને ધંધાની સાંકળ વ્યવસ્થીત ચાલતી હતી લોકડાઉન બાદ એમ.એ.સેમી ઇન્ડસ્ટ્રીસને ખુબ મોટા પડકાર થયો છે.

જે હાલ સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માટે તંત્ર પાસેથી શકય તેટલા રાહત પેકેજની જરૂર છે. પરપ્રાંતિય મજુરોની વાત કરું તો અમે અહિં જ તેમને રહેવાની અને તેમના રાશનની લઇ પગાર સુધીની બધી જ સુવિધા તકેદારીનું પણ ઘ્યાન રાખી શકાય. રો-મટીરીયલમાં અમારે સ્ટોક છે પણ તે મર્યાદીત છે અને આવનારા દિવસો માટે અમને પણ રો-મટીરીયલની જરૂર પડી શકે છે. અને જે રો-મટીરીયલ સપ્લાય છે તે લોકો ને ત્યાં પણ કાચા માલનની ઘટ વર્તી છે. તો સઁપૂર્ણ પરિસ્થિતિની હાલ એકબીજા પર નિંભર થઇ ચૂકી છે. હાલ સૌથી મોટો ડ્રોબેક ડેબીટનો પ્રશ્ર્ન છે. અમારી પરિસ્થિતિ હાલ ડેબીટ સીસ્ટમમાં જતી રહી છે. નાણાંની રોટેશન થાંભી ચૂકી છે. જે ઇન્ડસ્ટ્રી માટે મોટો પ્રશ્ર્ન છે. બેંક પાસેથી પણ રાહત પેકેજમાં વધારો જરુરી છે. વ્યાજમાં ઘટાડો અને સમય મર્યાદામાં વધારાના સહયોગની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.