Abtak Media Google News

જી. જી. હોસ્પિટલમાં ભારે ઊહાપોહ: નારાજ તબીબોએ રાજીનામા ધરી દેવાની પેરવી કરતા ગાંધીનગર સુધી ફોનના દોરડા ધણધણતા પગલા લેવાયા

સુપ્રિન્ટેન્ડન્ટના વલણથી નારાજ અધિકારીઓએ તાત્કાલીક ગાંધીનગર બોલાવી મામલો ઠંડો પાડયો

સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જી.જી. હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. બાહરીએ અહિંના એક ડોકટરને નોટિસ આપી તેની સામે ઇન્કવાયરી શરૂ કરી હતી. જેનાથી છંછેડાયેલા ડોક્ટરે રાજીનામું આપવાની પેરવી હાથ ધરતા તેના ટેકામાં અન્ય ડોક્ટરોએ પણ રાજીનામા દેવાની તૈયારી કરતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અંતે ગાંધીનગર સુધી ફોનના દોરડા ધણધણી ઉઠ્યા હતા અને સુપ્રિન્ટેન્ડન્ટના વલણી નારાજ ગાંધીનગરના અધિકારીઓએ તેને હાલ તાત્કાલિક ગાંધીનગર બોલાવી લઈ મામલો ઠંડો પાડ્યો છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં ઘણા સમયથી ચર્ચામાં રહેલા ડો. નંદિની બાહરી જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ઈન્ચાર્જમાં છે તેમણે કોરોના રિપોર્ટને લઈને જી.જી. હોસ્પિટલના એક કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા ડોકટરને નોટિસ ફટકારી તેના ઉપર રાતોરાત તપાસ સમિતિ બેસાડીને તેને ક્વોરન્ટાઈન કરવા સુધીની ધમકી આપી હતી.આ ઘટનાી તબીબી આલમમાં રોષ તો ઘણા સમયથી હતો અને હવે એ જ મામલે કંટાળેલા ડોક્ટરે પોતાનું રાજીનામું આપવાની તૈયારી કરી હતી. આ વાતની જાણ અન્ય ડોક્ટરોને થતાં તેમણે પણ રાજીનામા આપવાની તૈયારી હાથ ધરતા હોસ્પિટલ તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

કોરોનાના સમયમાં ડોક્ટરોના રાજીનામાથી વ્યવસથા તંત્ર પડી ભાંગે તેમ હોય, ગાંધીનગર ખાતે પણ તેની ગંભીર નોંધ લઈ આ પ્રકરણમાં તાત્કાલિક ડો. બાહરીને ગાંધીનગર ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી ચાર્જ ડો. તિવારીને સોંપવામાં આવ્યો હતો જેનાથી હાલ પૂરતું પ્રકરણ ઠંડું પડી જાય, પરંતુ કોરોના જેવા સમયમાં રાતોરાત સુપ્રિન્ટેન્ડેટની બદલીથી તબીબી આલમમાં ભારે ખળભળાટ સાથે ચર્ચા જાગી છે.હાલમાં કોરોના જેવી મહામારી સામે તબીબો જંગ ખેલી રહયા છે ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલ આ ઘટનાના પગલે ચર્ચામાં આવી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.