Abtak Media Google News

રાજકોટ જીલ્લા મંડળ દ્વારા હંમેશા સમાજ સેવા અને લોકોના ઉત્કર્ષ માટેની પ્રવૃતિઓ થતી આવી છે ત્યારે હાલના તબકકે કોરોના મહામારી વચ્ચે પણ મંડળ દ્વારા ચાલતા રસોડા થકી ૧૦૦૦થી વધુ ભુખ્યા લોકોની જઠરાગ્ની ઠારવાનું કામ થઇ રહ્યું છે.

રાજકોટ શિક્ષણાધિકારીની કચેરી ખાતે શિક્ષણ જગતના લોકોની અવર જવર સતત રહેતી હોય છે અને ઓફિસના તમામ કર્મચારી ગણ પણ મહામારીના ભચ વચ્ચે પણ સતત કામમાં વ્યસ્ત હોય તેવા સંજોગોમાં આ કચેરીમાં એક રાજકોટની જ પ્રોડકટ અને કંપની દ્વારા તૈયાર થયેલ (મેક ઇન ઇન્ડીયા) ઓટો સેનીટાઇઝેશન મશીન રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક, મંડળ દ્વારા શિક્ષણાધિકારી ઉપાધ્યાયની હાજરીમાં મંડળના પ્રમુખ અજયભાઇ, મહામંત્રી અવઘેશભાઇ, પ્રવકતા કલ્પેશભાઇ, ઝોન ઉપપ્રમુખ રાજાણીભાઇ, સભ્ય વિશાલભાઇના હસ્તે આ મશીનને અપર્ણ કરવામાં આવ્યું. મશીનની વિશેષતા એ છે કે તે મશીન રાજકોટમાં જ તૈયાર થયેલ છે અને તે ઓટોમોડમાં ઓપરેટ થાય છે જેમાં એક વ્યક્તિ દિઠ માત્ર ૪૦ એનએન કેલીકલ સ્પે દ્વારા વ્યક્તિનું પુરૂ બોડી સેનેટાઇઝ થઇ શકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.