Abtak Media Google News

હાલ ઉનાળાની ગરમીમાં ઘરે-ઘરે નવા તેમજ તાજા ફળમાંથી અનેક સરબતો બનાવતા હોય છે. ત્યારે હવે દરેક બાળકોને એક સરખું સરબત ભાવતું નથી. ત્યારે હવે અનેક હોટલો કેટલી જાતના નવા મોકટેલ તેમજ સરબતો આપવામાં આવતા હોય છે. ત્યારે ઘરે આજ સરબત પોતાની રીતે બનાવા જતાં નથી બનતા. તો આજે ઉનાળાના આવાજ એક તાજા ફળમાથી મસ્ત સરબત ઘરે બનાવો. જેનાથી અનેક ફાયદા પણ થશે. તો અવશ્ય આ બનાવી તેનું સેવન કરો.

આ સરબતની  મુખ્ય સામગ્રી:-

  • ૨ ચમચી મધ
  • ૧/૪ ટેબલસ્પૂન મીઠું
  • ૧/૪ ટેબલસ્પૂન મરી
  • ૧૦ બરફના ટુકડા
  • ૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
  • ૧ તરબૂચ
  • લીંબુ અને ફુદીના ગારનીશ કરવા

આ સરબત બનાવાની રીત :-

  • સૌપ્રથમ એક તરબૂચ લ્યો. ત્યારબાદ તેને સુધારી તેને જ્યુસરમાંથી જ્યુસ કાઢો.
  • આ થયા બાદ એક વટકામાં ફુદીના લીંબુનો રસ મધ અને મીઠું અને મરી તેમાં ઉમેરો તેને ખાંડી લ્યો.
  • આટલું થયા બાદ એક ગ્લાસમાં આ ફુદીના લીંબુનો રસ સિરપ ખાંડી બાનાવી તેને સૌ પ્રથમ તેમાં ઉમેરો તેના પછી તેમાં તરબૂચનો જ્યુસ ઉમેરો અને બરફના ટુકડા તેમાં નાખો. અને અંતે આ ગ્લાસને ફુદીના લીંબુની સ્લાઈસથી ગારનીશ કરો અને સર્વ કરો.

તો આજે જ આ રીતથી એક મસ્ત સરબત બનાવો અને તેને સર્વ કરો અને ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.