Abtak Media Google News

ધો.૧૦ની પરીક્ષા ફક્ત ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે જ લેવાશે: સવારે ૧૦.૩૦થી  ૧.૩૦ વાગ્યા સુધી પરીક્ષા ચાલશે

ઈઇજઊ એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તારીખો જાહેર કરી છે. ધોરણ ૧૦ ની પરીક્ષા ફક્ત ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે જ હશે. સવારે ૧૦.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધી પરીક્ષા લેવાશે.

દેશભરમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે ત્યારે દેશની શાળા અને કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. માર્ચથી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ બોર્ડે જાહેર કર્યું કે ૧થી ૧૫ જુલાઈની વચ્ચે પરીક્ષા  લેવામાં આવશે. આ યોજના ધોરણ ૧૦ના ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવશે. આ સિવાય બોર્ડે લોકડાઉનના કારણે અને સમયની સીમાના કારણે ફક્ત મુખ્ય ૨૯ વિષયોની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

ઈઇજઊ બોર્ડે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ સ્ટડીઝ. જિયોગ્રાફી, હિંદી ઈલેક્ટિવ, હિંદી કોર, હોમ સાયન્સ, સોશ્યિોલોજી, કમ્પ્યૂટર સાયન્સ (જૂનું), કમ્પ્યુટર સાયન્સ (નવું), ઈન્ફોર્મેશન પ્રેક્ટિસ (જૂનું), ઇન્ફોર્મેશન પ્રેક્ટિલ (નવું), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને બાયોટેક્નોલોજી વિષયોની પરીક્ષા બાકી છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીના ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા કેટલાક સેન્ટર પર થઈ શકી ન હતી. આ કારણે આ વિદ્યાર્થીઓ હવે ૬ વિષયો હિંદી કોર એ, હિંદી કોર બી, ઈંગ્લિશ કોમન, ઈંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર, સાયન્સ, સોશ્યલ સાયન્સની પરીક્ષા અપાશે.  ઉત્તર પૂર્વી દિલ્હીમાં ૧૨માના અંગ્રેજી ઇલેક્ટિવ નવું, ઇંગ્લિશ ઈલેક્ટિવ કોર, ઈંગ્લિશ કોર, મેથ્સ, ઈકોનોમિક્સ, બાયોલોજી, પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, ફિઝિક્સ, એકાઉન્ટન્સી અને કેમેસ્ટ્રી  વિષયોની ફરીબપરીક્ષા લેવામાં આવશે.

કઈ તારીખે કયું પેપર લેવાશે

૧ જુલાઈ હોમ સાયન્સ   ૨ જુલાઈ હિન્દી

૩ જુલાઈ ફિજીક્સ       ૪ જુલાઈ એકાઉન્ટેન્સી

૬ જુલાઈ કેમિસ્ટ્રી       ૭ જુલાઈ કોમ્પ્યુટર

૮ જુલાઈ અંગ્રેજી        ૯ જુલાઈ બિઝનેસ સ્ટડી

૧૦ જુલાઈ બાયો ટેક્નોલોજી

૧૩ જુલાઈ સોશ્યોલોજી

૧૪ જુલાઈ પોલિટિકલ સાયન્સ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.