Abtak Media Google News

લાઠી તાલુકામાં ચાલતા મનરેગા યોજનાના રિલીફ કાર્ય ની મુલાકાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા સહિત ના અગ્રણીઓ

લાઠી તાલુકામાં છભાડિયા અને ભિગરાડ સહિતના ગ્રામ્યમાં ૧૨૦૦થી વધુને યુપીએ સરકાર માં બંધારણીય સુધારો કરી ફરજીયાત સો દિવસ રોજગાર ની ગેરિટી આપતી યોજના નરેગા હેઠળ ચાલતા રિલીફ કાર્ય રોજગારી.

૯૦૦ થી વધુ શ્રમિકો ની છભાડીયા ગામે અને ભિગરાડ ખાતે ૩૦૦ થી વધુ કુલ ૧૨૦૦ શ્રમિક પરિવાર ને રાહતકાર્યના શ્રમિકોની મુલાકાતો ધારા સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે શ્રમિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી મકવાણા સાહેબ સહિત ઓર્ગેનાઇઝર શ્રી નીતિનભાઈ પુનતીયા સહિત ના ઓ પાસે થી શ્રમિકો ને આપતી રોજગારી અને પીવા ના પાણી સહિત કામ ના કલાકો નાણાં ની ચુકવણી સહિત ની વિગતો મેળવી હતી લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં શ્રમજીવી પરિવારો નિયમિત રોજગારી મળી રહે તેવા હેતુ એ જ્યાં જરૂર જણાય તેવા ગ્રામ્ય વિસ્તારો માં રિલીફ કર્યો શરૂ કરવા.

સરકાર માં વધુ દિવસો શ્રમિકો રોજગારી મેળવી શકે શ્રમિકો ને મળેલ બંધારણીય રોજગાર અધિકાર આપતી નરેગા યોજના અંતર્ગત ઘર આંગણે રોજગાર મળી રહે તેવા સુંદર ઉદેશ સાથે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંધજી ની દુરંદેશી થી દાખલ થયેલ યોજના થી હજારો શ્રમિકો ને રોજગાર કપરા કાળ માં આશીર્વાદ રૂપ બની રહ્યા છે.

આ રોજગાર તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં સારી રીતે ચાલે વધુ લોકો ને રોજગારી મળે તે માટે તાલુકા ના તંત્ર સાથે ધારાસભ્ય શ્રી ઠુંમર સહિત ના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.