Abtak Media Google News

સભ્યતાથી ડુંગળીનું પીએમ ફંડમાં દાન કરવા આવેલા ખેડુત અગ્રણીને પોલીસે માર માર્યો, આ ભારત છે કે સાઉથ કોરિયા? અશોક ડાંગરનો બળાપો44

ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના આગેવાન પાલ આંબલીયાને માર મારવાના આક્ષેપ સાથે શહેર અને જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં શહેર કોગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્ર્નો માટે વહીવટી તંત્ર જાગૃત થાય તે હેતુસર લોકત્રાંતિક રીતે ડુંગળી સહીતની ખેતપેદાશો પીએમ કેર ફંડ માં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિશાન કોંગ્રેસના અઘ્યક્ષ પાલભાઇ આંબલીયા અને ખેડુત પ્રતિનિધિઓ રાજકોટ કલેકટર સમક્ષ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમનો હેતુ ખેડુતોને પડતી મુશ્કેલીમાં વહીવટી તંત્ર સંવેદનશીલ બને અને ખેડુતોને ન્યાય મળે ખેત પેદાશોના ભાવ મળે તે હતો પણ વહિવટી તંત્ર સરકારના ઇશારે કિશાન આગેવાનો અને ખેડુત પ્રતિનિધિઓ પર જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. માત્ર ગુન્હો દાખલ કરીને અટકાયત જ નહી પણ સાથો સાથ કિસાન આગેવાનોને પોલીસે બેરહમી પૂર્વક ઢોર માર માર્યો અંગે્રજોને પણ શરમ આવે એવો પોલીસે ખેડુતો ઉપર અત્યાચાર ગુજાર્યો હતો જેની સામે તાત્કાલીક પગાલ ભરવામાં આવે તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.