Abtak Media Google News

બંદોબસ્તમાં આવતા પોલીસ કર્મીઓ, શ્રમિકો માટે જમવાની વ્યવસ્થા, ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે

કોરોના સંકટના ધાર્મિક-પ્રતિકારના શુભહેતુથી ન્યારાની સદ્ગુરુ-ભુમિ પર ગોરા-આશ્રમે ૧૦૦૮ મહામંડલેશ્ર્વર પરપૂજય હરિચરણદાસજી મહારાજની આજ્ઞા અનુસાર પ્રતિદિન સાંધ્યકાળે સામૂહિક પ્રાર્થના (મહાયજ્ઞ)નું આયોજન થયેલું છે. તે વિશ્ર્વશાંતિ અર્થેના આયોજનમાં જોડાવા ગુરુએ ભાઇ બહેનોને વિનંતી કરવામાં આવી છે. આ મહાયજ્ઞને પૂ. રણછોડદાસજી બાપુના આશીર્વાદ આપ્યા છે.

ન્યારા ગામમાં પૂ. ગુરૂદેવના ૧૦૦ વર્ષથી ઉજવણી રૂપે તા.૧૪-૧૨-૧૯થી તાફ ૨૩-૧૨-૧૯થી સવારે અખંડ રામાયણના સમુહ પાઠ સવારના સત્રમાં તથા બપોરના સત્રમાં દેવી ભાગવત જ્ઞાન યજ્ઞની ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ૧૦ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર બહારથી કલાકારોને બોલાવેલા હતા. તેમાં પૂ. ગુરુદેવ હરીચરણદાસજી બાપુની ઉપસ્થિતિમાં કલાકારો તથા ગુરુભાઇઓ તથા બહેનો ખુબ ભાવમાં આવી બાપાનો રાજીપો પ્રાપ્ત કરેલ હતો. હાલ આપણો દેશ મહા સંકટમાં આવેલ છે તો સર્વ ગુરૂભાઇઓ તથા બહેનોને પૂજય ગુરુદેવ ગોરા બીરાજતા હોય તેમની આજ્ઞા અનુસાર દરરોજ સાંજે મોબાઇલને મધ્યમાં રાખી બધાજ મળીને સ્વાધ્યાય પાઠ કરીને પૂ. ગુરૂદેવને પ્રાર્થના કરવા અનુરોધ કરાર્યો છે.

હાલ સરકારના આદેશ અનુસાર દેશભરમાં નાના મોટા મંદિરો, આશ્રમો બધાજ દર્શનાર્થીઓ માટે બંધ છે. તેમ ન્યારા આશ્રમ પણ આ આદેશનું સંપૂર્ણ પાલન કરે છે. પણ સવારે મંગલા આરતી દુધ પ્રસાદ ધરવામાં આવે છે તથા બપોરે થાળ ધરવામાં આવે છે તથા બપોર પછી ભગવાનને ફ્રુટ તથા જલ ધરવામાં આવે છે. તથા સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે. તથા શયનમાં ભગવાનને દુધ ધરવામાં આવે છે. આ નિત્યક્રમ મુજબ પ્રજારી સુરેશભાઇ દેવશંકર જોષી દ્વારા કરવામાં આવે છે. ન્યારા ગામના તથા આજુબાજુ ગામના બંદોબસ્ત માટે આવતા પોલીસ કર્મચારી તથા શાકભાજી તથા ફ્રુટ તથા નાના મોટા ફેરીયાઓ માટે સરપંચના કહેવા મુજબ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તથા તેમની ખાસ તકેદારી રાખવામાં આવે છે તેમજ આજુબાજુની સીમના કોઇપણ શ્રમીક ભુખ્યો રહે નહી તથા સરકારના આદેશનું પાલન કરીને તેમને ન્યારા ગુરૂભાઇઓ દ્વારા પહોંચાડવામા આવે છે. તેમજ પૂ. ગુરુદેવની આજ્ઞા લઇ આ હાલના સંજોગો લક્ષમાં રાખીને સવારે રોજ આશરે ત્રીસ મણ જેવો ઘાસચારો નાખવામાં આવે છે. ન્યારા આશ્રમની વધુ માહિતી માટે (મો.નં. ૯૮૨૫૪ ૨૪૬૦૦) પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.