Abtak Media Google News

ખુલ્લી અદાલતોમાં તા.૧ જુનથી સુરક્ષીત સુનાવાણી હાથ ધરવા સુપ્રિમના ચીફ જસ્ટીસને મનન મિશ્રાએ લખ્યો પત્ર

કોરોનાના વાયરસને અટકાવવા કરવામાં આવેલા લોકડાઉનને પગલે સુપ્રિમ કોર્ટેથી લઇને તાલુકા કક્ષાની અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા ઇ-મેઇલ અને વિડીયો કોલીંગથી વકીલોએ ફીઝીકલને બદલે વર્ચ્ચુલ કોર્ટની કરેલી હિમાયતને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનન મિશ્રાએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ને પત્ર લખી તા.૧ જુનથી દેશની તમામ અદાલતો ફીઝીકલ રીતે ચાલુ કરવા માંગ કરી સાથે સાથે વકીલો કોરોનાની મહામારીના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા અનુરોધ કર્યો છે.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનનકુમાર મિશ્રાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ.એ. બોબડે ને પત્ર લખી અને ૧ જુન ૨૦૨૦થી કોર્ટોની સુનાવણી ફરીથી શરુ કરવા યોગ્ય આદેશનો અનુરોધ કર્યો છે.

વધુમાં ચેરમેન મનનકુમારે જણાવેલું કે આપણે વીડીયો કોલીંગના માઘ્યમથી ટ્રાયલ કોર્ટમાં કામની કલ્પના કરી શકીએ નહી આપણે વીડીયો કોન્ફરન્સથી દસ્તાવેજોનું પ્રદર્શન દસ્તાવેજો બતાવી અને સાહેદ કોઇપણ દબાણ વગર જબરજસ્તીથી કોઇના પ્રભાવિત જુબાની આપે છે તે આ વિડીયો કોન્ફરન્સમાં અસંભવ છે. પરંતુ વાસ્તવિકતા ખુલ્લી કોર્ટમાં થયેલી કાર્યવાહી ઉચીત અને સફળ છે. હાલમાં આ આભાષી સુનાવણીના માઘ્યમથી મોટાભાગના વકીલો કામ વગરના રહે છે. હાલ સુપ્રીમ અને હાઇકોર્ટની યોજનાથી મોટાભાગના વકીલોને કોઇ રાહત આપતી નથી.

મોટાભાગના વકીલો રૂબરૂ સુનાવણી થાય તેની  તરફેણમાં વીડીયો કોલીંગને શા માટે પ્રોત્સાહીત કરવું જોઇએ માટે વકીલોને ખુલ્લી અદાલતોમાં હાજર રહેવા મંજુરી આપવી જોઇએ. કોર્ટ રૂમમાં જે વકીલોની મેટર હોય તેમને પ્રવેશ આપવો અને કોર્ટ રુમમાં ડીસ્ટન્સ રાખવું જોઇ તેમજ બીજા વકીલોને બેસવા માટે બાર એસો.  ચેમ્બર, લાઇબ્રેરી ખોલી દેવી જોઇ અને કોર્ટમાં પ્રવેશ માટે વકીલ આઇ.કાર્ડ જોઇ પ્રવેશ આપવો અને કોર્ટમા વકીલોની રજુઆત પૂર્ણ થાય તેમને કોર્ટ છોડવા અનુરોધ કરવો. આભાસી સુનાવણી (વીડીયો કોલીંગ) સામે વિરોધ વ્યકત કરેલા અને ભારતમાં ૮૦ ટકા (દલીલો) માં સ્થાન રાખે છે.

વીડીયો કોલીંગની આભાસી સુનાવણીના માઘ્યમથી ટ્રાયલ કલ્પના કરી શકાય નહી ખુલ્લી અદાલતોમાં સુનાવણી રૂપમાં કરવા માટે સુવિધા પ્રદાન કરવી જોઇએ.

વકીલોમાં અસંતોષ ફેલાયેલો છે હાલત સામાન્ય થવા પર ફરીથી ઇ. કોર્ટ શરૂ કરવા પરવાનગી આપી શકાય નહીં. બાર કાઉન્સીલના ચેરમેન મનનકુમાર મીશ્રાએ દેશમાં ૧૯ લાખ વકીલોની વેદના સાથે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયાને પત્ર લખી અદાલતે ૧ જુનથી શરુ કરવા ઉપર ભાર મુકેલો હતો. અને કોવિડ-૧૯ ની સ્થિતિ દરુ ન થાય મહામારી દરમ્યાન સુરક્ષીત રુપથી અદાલતોમાં કામ કરવા જરૂરી હોવાનું ભાર મુકયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.