Abtak Media Google News

સન્ની અને હબ્બી ડેનિયલ વેબરે એક દીકરી દત્તક લીધી

અભિનેત્રી સન્ની લીઓની મમ્મી બની ગઈ છે, પણ કયારે ? તે પ્રેગનન્ટ તો ન હતી. વાત જાણે એમ છે કે સન્ની અને હબ્બી ડેનિયલ વેબરે એક દીકરી દત્તક લીધી છે.

તાજેતરમાં જ સન્ની લીઓનીને ફેમિલી પ્લાનિંગ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે મગનું નામ મરી પાડયું ન હતું. સન્નીએ પુત્રીને નિશા કૌર વેબર નામ આપ્યું છે. નિશા હજુ ૨૧ માસની જ છે.

બોલીવૂડમાંથી સૌપ્રથમ શર્લિન ચોપરાએ સન્નીને મમ્મી બનવા બદલ કોન્ગ્રેચ્યુલેશન આપ્યા છે. સન્નીએ સોશિઅલ મીડિઆ પર તેને રીપ્લાય પણ આપ્યો છે. અહીં એક આડ વાત કરવાની કે સન્ની નિશાને ગોદ લઈને સન્ની અને વેબર ખૂબ જ ખુશ છે. તેઓ બની ગયાનો પ્રાઉડ લઈ રહ્યાં છે. હવે તેમનું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું અને વેબર કેનેડાના સિટિઝન છે. ભારતમાંથી બાળકી ગોદ લીધા બાદ તેમને અપનેઆપ ભારતનું સિટિઝનશિપ મળી ગયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રના લાતુર (જયાં અગાઉ ભયંકર ભૂકંપ આવ્યો હતો)માંથી સન્નીએ બાળકી દત્તક લીધી છે. સન્ની અને વેબરે જણાવ્યું છે કે બાળકી ગોદ લઈને અમે ખૂબ જ ખુશ છીએ પરંતુ બાળક દત્તક લેવાની કાનૂની વિધિમાં ખૂબ જ દોડધામ કરવી પડી. બાય ધ વે, સન્ની લીઓનીની બે ફિલ્મો આવી રહી છે. બાદશાહો અને ઈન્તઝાર. બાદશાહો રીલીઝ માટે તૈયાર છે. તેની સાથે અજય દેવગન અને ઈલિયાના ડીક્રુઝની મુખ્ય ભૂમિકા છે. જયારે ઈન્તઝારમાં તેનો હીરો અરબાઝ ખાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.