Abtak Media Google News

૧૯ રાજયોમાં ૧૭ર જીલ્લાઓમાં સક્રિય ‚પે સેવા કરી રહેલી સંસ્થામાં કુલ ૭ લાખ સભ્યો

માનવતા દેશ અને સર્વધર્મના ત્રણ મુખ્ય લક્ષ્ય માટે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઇડ એસો. રચાયું છે. જે ભારત સરકારના યુથ અફેર્સ વિભાગની માનયતા પ્રાપ્ત એન.જી.ઓ. છે જે બીનરાજકીય અને બીન સાંપ્રદાયિક છે. જેનું કાર્યક્ષેત્ર સમગ્ર ભારત છે સને ૧૯૯૮ માં નોંધણી થયેલ હિન્દુસ્તાન સ્કાઉટસ એન્ડ ગાઇડ સંસ્થાને રાષ્ટ્રિય માન્યતા તા. ૭-૩-૨૦૦૧ ના રોજ આપવામાં આવેલ જેનુ પુન: નવીનીકરણ તા. ૨૫-૯-૧૩ ના રોજ કરવામાં આવેલ છે. આજની તારીખે આ સંસ્થા ૧૯ રાજયોમાં ૧૭૨ જીલ્લાઓમાં સક્રિય‚પે સેવા કરી રહેલ છે અને નેશનલ લેવલ ઉપર ૭ લાખ જેટલા મેમ્બર છે. સંસ્થાને વર્લ્ડ ફેડરેશન ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્કાઉટ જર્મની દ્વારા જોડાણ પ્રાપ્ત છે.

આ સંસ્થા સમાજના યુવા શકિતને વધારવા માટેનું કાર્ય કરી રહેલ છે જે આગળ જતા દેશને સારા નાગરીક મળી રહે તેના માટે કાર્યરત છે. ગુજરાતને સારા સુકાની મળી રહે તે હેતુસર કામગીરી કરે છે. અત્યારે હિન્દુસ્તાન સ્કાઉટસ એન્ડ ગાઇડસ મીનીસ્ટ્રી ઓફ યુથ અફેર્સ દિલ્હી ખાતે મુખ્ય નેશનલ યુથ ઓર્ગેનાઇઝેશન જેવા કે એન.સી.સી. એન.એસ.એસ. રેડક્રોસ સોસાયટી નરેહુ યુવા કેન્દ્ર ઇકો કલબ, ભારત સ્કાઉટસ એન્ડ ગાઇડ, હિન્દુસ્તાન સ્કાઉટસ એન્ડ ગાઇડસ સાથે વધારે કો-ઓર્ડીશન અને લીકેજ થાય અને સરકારના વિભાગો સાથે મળીને યુવાઓ માટે કામ કરે એ માટે મીટીંગ થાય છે. અને પી.એમ.ઓ. તરફથી પણ વિવિધ પ્રવૃત્તિ જેવી કે સ્વચ્છતા અભિયાન, ઇન્દ્રધનુષ અને પાણીની જાળવણી વૃક્ષારોપણ જેવી કામગીરી ફરજીયાત કરવા જણાવેલ છે. અત્યાર સુધી ગુજરાતમાં ફકત ભારત સ્કાઉટસ એન્ડ ગાઇડસને સ્કાઉટસ અને ગાઇડસની પ્રવૃત્તિ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.૧૮ જુને હુકમ ક્રમાંક બમશ ૧૦૧૫-ર૪-ગ થી હિન્દુસ્તાન સ્કાઉટસ એન્ડ ગાઇડસને માન્યતા આપવામાં આવેલ છે. રાજયપાલ ગુજરાતઓએ હોદ્દાની રુએ હિન્દુસ્તાન સ્કાઉટસ એન્ડ ગાઇડસના સ્ટેટ ચીફ પેટ્રન તરીકે હોદો સંભાળવા તા. ૧ જુલાઇના રોજ પત્રથી સમંતિ આપેલ છે. ગુજરાત રાજયમાં હાલ હિન્દુસ્તાન સ્કાઉટસ એન્ડ ગાઇડસના ૧૪૦૦૦૦ મેમ્બર છે.

જેથી બધા સબંધકર્તાને હિન્દુસ્તાન સ્કાઉટસ એન્ડ ગાઇડસમાં જોડાવા અને મદદ કરવા અપીલ છે. જે રીતે કેન્દ્રમાં કામ થાય છે. એ રીતે રાજયમાં પણ બધુ યુથ ઓર્ગેનાઇઝેશન સાથે સમન્વય અને ગુજરાત સરકારના વિભાગો સાથે મળીને સ્કાઉટસ એન્ડ ગાઇડસ અને પી.એમ. ઓ. તરફથી જણાવેલ કામ કરવામાં આવશે.


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.