Abtak Media Google News

મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ૪૪૦૦ અર્બન લોકલ બોડી તથા ૧૦૦ સ્માર્ટ સીટીઝમાં તાજેતરમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તેવા સ્નાતકો માટે ધ અર્બન લર્નિંગ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ (TULIP) માટે ઇન્ટનર્શીપ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ છે. MOHUA તથા AICTE દ્વારા આ ઇન્ટન્શીપ પ્રોગ્રામ  યુ ટ્યુબ દ્વારા નવી દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવેલ છે.

આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ અર્બન પ્લાનિંગ, ટ્રાન્સપોર્ટ એન્જીન્યરીંગ, ફાઇનાન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભાવિ સીટી મેનેજર તૈયાર કરવાનો છે.

જેનો ઉદ્દેશ તાજેતરમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તેવા સ્નાતકોને અર્બન ગવર્મેન્ટ સાથે જોડાણ કરવા અર્બન એન્વાયરમેન્ટ સાથે સંપર્ક કરવા   સરકારને અર્બનનાઇઝેશન માટે ભાવિ પેઢી તૈયાર મળશે જેની બૌધિક ક્ષમતાઓનો ઉપયોગ થઇ શક્શે.  સ્નાતકો માટે રોજગારીનું સર્જન થશે સ્નાતક  ભારતીય નાગરીત્વ ધરાવતા હોવા જોઇએ.

સ્નાતક પૂર્ણ થયા બાદ મહત્તમ ૧૮ માસ સુધીમાં ઉમેદવારી નોંધાવી શક્શે.

ઉમેદવારી નોંધાવા  ઇન્ટનશીપની અરજી ઓનલાઇન જ કરી શકાશે  સ્નાતકની ડીગ્રી જે યુનિવર્સીટી/કોલેજ માથી પૂર્ણ કરી હોય તે સંસ્થાનો ભલામણ પત્ર સાથે હોવો જોઇએ અને જો ભલામણ પત્ર ન હોવાનાં કિસ્સામાં ઉમેદવારી નોંધાવી શકાશે નહી. ઉમેદવાર દ્વારા ૧૦૦૦ શબ્દોમાં સારાંશ અર્બન ઇસ્યુ, ઉમેદવારનો એરીયા ઓફ ઇન્ટરેસ્ટ, ઇન્ટનશીપ કરવાનો હેતુ તથા ઉદ્દેશી જ વિષય પર ઇન્ટનશીપ કરવી હોય તે રજુ કરવાનુ રહેશે.

ઉમેદવારને પોતાનુ ક્રેડેન્શીયલ વ્યવસાયીક વર્તુણાક તથા ચારીત્ર સર્ટીફીકેટ લોકલ બોડી/સ્માર્ટ સીટીને ડીઝીટલ બાંહેધરી સ્વરૂપે આપવાનુ રહેશે.  લોકલ બોડી/સ્માર્ટ સીટી દ્વારા જો યોગ્ય લાગશે તો ઉમેદવારની યોગ્યતા ચકાસ્યા બાદ પ્રોજેક્ટ આપવામાં આવશે.  લોકલ બોડી/સ્માર્ટ સીટી દ્વારા ઇન્ટર્નશીપની એંગેજમેન્ટ ફોરમેટ નક્કી કરવામાં આવશે જેથી ઇન્ટર્નનો સમય બિન તાંત્રીક કામોમાં ન વેળફાઇ.  મીનીમમ ૮ અઠવાડીયા ઇન્ટર્નશીપ કરશે તો જ ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યાનુ સર્ટીફિકેટ આપવામાં આવશે.  ઇન્ટર્નશીપ દરમ્યાન આપવામાં આવેલ ડોક્યુમેન્ટ/રેપોર્ટની ગોપનીયતા જાળવવાની રહેશે.  ઇન્ટર્નશીપ વચ્ચેની છોડવી હોય તો એક અઠવાડીયાનો નોટીશ પીરીયડ આપવાનો રહેશે.

સ્ટાઇપન્ડ તથા અન્ય એલાઉન્સ: લોકલ બોડી/સ્માર્ટ સીટી સ્ટાઇપન્ડ આપવા બંધાયેલ નથી ઉમેદવાર દ્વારા કરેલ કામગીરીનાં મુલ્યાકનને ધ્યાને લઇ નિર્ણય લેવામા આવશે.

વધારે માહિતી MOHUA ની વેબસાઇટ http//smartnet. niua.org/tulip/ and https://internshio.aicte-india.org)થી મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.