Abtak Media Google News

સાંજે ચા સાથે આપણે મોટાભાગે કંઇક તીખુ અને કુરકુરુ ખાવાનું મન કરે છે રોજ બહારથી ખાવા માટે કંઇક લાવવું મોંઘુ મુશ્કેલ હોય છે. તેથી ઘરે જ કંઇક સ્વાદિષ્ટ અને મજેદાર બનાવવાની કોશિશ કરો. આજે અમે તમને ચણા દાળના વડા બનાવતો શીખવાડશું જે ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે આવો જાણીએ તેને બનાવવાની વિધિ:-

સામગ્રી :

  • – ૧ કપ ચણાદાળ
  • – થોડુ ઝીણુ વાટેલુ આદુ
  • – અડધી કપ ઝીણી સમારેલી ડુંગળી
  • – સુજી ૨ ચમચી
  • – ૮ ફુદીનાના પાન
  • – ૩ કળી લસણ
  • – કઢી લીમડાના ૧૦ પાન
  • – મીઠુ
  • – ઝીણા સમારેલા ધાણા
  • – ૧ લીલુ મરચુ
  • – તળવા માટે તેલ

બનાવવાની રીત :

ચણા દાળને થોડા કલાક માટે પલાળીને મુકી દો. જેનાથી તે થોડા નરમ થઇ જાય પલાળેલી દાળમાં આદુ, લસણ લીલા મરચા, કઢી લીમડો, ફુદીનાના પાન અને થોડુ પાણી નાખીને કકરુ વાટી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને તેમા ડુંગળી, લીલા ધાણા, રવો અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો . એક કઢાઇમાં તેલ ગરમ કરવા મુકો હાથ ભીના કરીને તેમા દાળનું મિશ્રણ લો અને ૨-૩ ઇંચ ચપટા વડાનો આકાર આપો. આ રીતે બધા વડા બનાવી લો. હવે આ વડાને તળવા કઢાઇમાં નાખો અને ધીમા તાપ પર બંને બાજુથી સોનેરી તળી લો. કઢાઇમાંથી નિતારીને કાઢીલો અને તેને એક નેપકીન પર મુકી દો. જેથી કરીને તેલ સારી રીતે નીકળી જાય. આમ દાળવડા લીલીચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.