Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ભાવ વધારો થતા જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે થાળી વગાડી સરકારની ઊંઘ ઉડાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જો કે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ચાલીસેક કાર્યકરોની અટકાયત કરી હતી.

જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા આ ભાવવધારા સામે પ્રચંડ વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો.  પ્રદેશ કોંગ્રેસના આદેશથી આયોજીત આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક કોર્પોરેટરો સહિતના આગેવાનોની ગેરહાજરી જોવા મળી હતી. આમ કોંગ્રેસનો જુથવાદ નજરે ચઢ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં છેલ્લા દસેક દિવસથી સતત વધારો કરવામાં આવી રહ્યો છે. પરિણામે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે

ત્યારે આ અતિ મહત્ત્વના પ્રશ્ને વાચા આપવા તથા સરકારની ઊંઘ ઊડાડવાના ભાગ રૃપે જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા થાળી વગાડી વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.