Abtak Media Google News

પુરક પરીક્ષા જુલાઈમાં લેવાશે, એક કલાસમાં માત્ર ૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

માર્કશીટ લેવા આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે

કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બોર્ડનાં તમામ પરીણામો જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ થઈ ચુકયું છે જોકે આવતી ૨૨ જુને ધો.૧૦નાં વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ મેળવવાની રહેશે.

કોરોના મહામારીને પગલે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનું પરિણામ આ વર્ષે માત્ર ઓનલાઈન જ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવા નહતી આવી. પરંતુ હવે શિક્ષણ બોર્ડે માર્કેશીટ વિતરણની તારીખ નક્કી કરી છે.

જેમા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ૨૨ જૂનના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. હાલમાં માત્ર ધોરણ-૧૦ની જ માર્કેશીટ મળશે. ધોરણ-૧૨ માટે આગામી તારીખ જાહેર કરવામાં આવશે.  કોરોના કહેરને પગલે આ વર્ષે વિદ્યાર્થીઓની માર્કશીટ વિતરણમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા દરેક ડીઈઓ કચેરીમાં તાલુકા અનુસાર એક સેટ તૈયાર કરીને આપવામાં આવશે. જેથી હવે શાળાઓને જિલ્લા કચેરીની જગ્યા પર તાલુકા કચેરીમાંથી માર્કશીટ મળી રહેશે. માર્કશીટ લેવા આવતા શાળાના આચાર્યોને ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું રહેશે.

જો કોઇ શિક્ષક કે પ્રિન્સિંપાલ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ૨૦મી જૂન સુધીમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં માર્કશીટ મોકલી દેવાશે.  બીજીતરફ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા માટે પણ નિર્ણય લેવાયો છે. આ વર્ષે પૂરક પરીક્ષામાં જુલાઈમાં લેવામાં આવશે. તેમજ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. જેથી એક ક્લાસમાં માત્ર ૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.