Abtak Media Google News
તાજેતરમાં ભારતમાં જે ચીન વિરોધી જુવાળ ચાલી રહ્યો છે ત્યારે ભારતનું યુવાધન પણ ચાઇનીઝ વસ્તુના બહિષ્કારમાં પોતાનો મોટો ફાળો આપી રહ્યું છે.
ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકા ના જાળિયા માનાજી નામના નાનકડા ગામમાં રહેતા વિવેક ચાવડા, કેવલ ચાવડા અને બીજા ત્રણ મિત્રો દિલીપ ચરાણીયા, ચાવડા ગૌતમ અને અજય અણિયાળા દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવના ઉદ્દેશથી “India Bachao” નામની એપ્લીકેશન બનાવી છે.
આ એપ્લીકેશન ના મુખ્ય ફીચરની વાત કરીએ તો તમે એક ક્લિક માં જાણી શકશો કે તમારા ફોનમાં કેટલી ચાઇનીઝ એપ્લીકેશન છે, ટોપ Made in India એપ્સ, સ્વદેશી વસ્તુ vs વિદેશી વસ્તુ અને મોટાભાગ ની સરકારી સેવા એક જ જગ્યા એ.
“India Bachao” એપ્લીકેશન બનાવનો વિચાર અમને ત્યારે આવ્યો જયારે ચીનની સરહદે ભારતીય સૈનિકો શહીદ થયા ત્યારે નક્કી કર્યું કે ચીનને જો ઘુટણીએ પાડી દેવું હોય તો ભારત ને આત્મનિર્ભર બનાવવું પડશે.
ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનો આ અમારો નાનકડો પ્રયાસ છે. આ એપ્લીકેશનમાં ભારતના દરેક નાગરિકને સમજાય એ રીતે સ્વદેશી વસ્તુનું લીસ્ટ આપવામાં આવ્યું છે.
દરરોજના જીવનમાં વપરાતી વિવિધ વસ્તુ જેમ કે મોબાઇલ,ટુથપેસ્ટ, સાબુ, પાણીની બોટલ, ઠંડા પીણા, ફૂટવેર, બિસ્કીટ, ચા, કોફી, ઘડિયાળ, કપડા, વાશિંગ પાવડર, મીઠું,શેમ્પુ, લેપટોપ, કાર, બાઈક વગેરે જેવા વિવિધ 100 થી વધારે  Made in Indian વસ્તુનું લીસ્ટ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.