Abtak Media Google News

ગિરીરાજ હોસ્પિટલનાં ડો.પ્રતિક અમલાણીએ સ્વસ્થ જીવન માણવાના સુચનો આપ્યા

કિડનીમાં પથરી થવાના ઘણા કારણો હોય શકે છે જેમ કે આહારકિય કાળજી અને પરેજી તેમજ વારસાગત અથવા આનુવંશિક હોય શકે. માનવ શરીરમાં પેટના પોલાણના ભાગમાં કરોડરજજુની બંને બાજુ એક-એક એમ બે કિડની આવેલી હોય છે અને કિડનીની આજુબાજુ ચરબીના થર આવેલ હોય છે. જેનાથી કિડની યથાવત રહી શકે છે. કિડનીનું કાર્ય લોહીને ફિલ્ટર કરી શરીરમાં રહેલ કચરો પેશાબ વાટે દુર કરવાનું મહત્વનું કાર્ય છે. પથરીનો આહાર સાથે સીધો સંબંધ છે. મહત્વની બાબત એ છે કે પ્રવાહી વધુ માત્રામાં લેવું જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રવાહી લેવાથી પથરી થવાની સંભાવના વધી જાય છે. જો વધુ માત્રામાં મીઠુ (નમક) ખાવામાં આવે તો કિડનીની ફિલ્ટરની પ્રક્રિયામાં કેલ્શિયમ પણ શોષી લેતુ હોવાથી પથરી થવાની શકયતા વધે છે.

કિડનીમાંથી પથરી જેમ-જેમ કિડનીની નળી (યુરેટર)માં જાય તેમ તેમ કમરમાંથી દુખાવો પડખા, પેડુ કે થાપા તરફ આવતો જાય છે. જો આ પથરી પેશાબની નળીમાંથી પેશાબની થેલીમાં આવી જાય તો પેશાબમાં બળતરા અને વારંવાર પેશાબ જેવા લક્ષણો જોવા મળે છે. ઘણી વખત આવી પથરી પેશાબના રસ્તેથી શરીરમાંથી બહાર નિકળી પણ જાય છે. પથરીનું નિદાનમાં દર્દીને શ‚આતના તબકકામાં શારીરિક તપાસ કરી જ‚ર લાગે તો એકસ-રે અથવા સોનોગ્રાફી કરવામાં આવે છે તેમજ લોહી અને પેશાબના રીપોર્ટ કરવામાં આવે છે. જો રીપોર્ટમાં કોઈ ચેપ (ઈન્ફેકશન) જણાય તો તેની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત સચોટ નિદાન માટે કિડનીનો સીટી સ્કેન કરવામાં આવે છે. પથરીના ઓપરેશન કરતા પહેલા ઉપરોકત રીપોર્ટ કરવા જ‚રી હોય છે જેથી પથરી ઉપરાંત અન્ય અંગો વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.

જો પથરીની સાઈઝ મોટી હોય અને તેના કારણે તકલીફ પડતી હોય તો યુરોલોજીસ્ટ ડોકટર ઓપરેશન દ્વારા પથરી દુર કરવાની સલાહ આપવામાં આવે છે. આજના સમયમાં મોટાભાગના ઓપરેશનો દુરબીન અને લેસરથી કરવા શકય હોય છે. જેમાં વાંઢકાપ કે ટાંકા લેવામાં આવતા નથી. લિથોટ્રીપ્સી (લેસર કિરણો દ્વારા) કિડનીની, યુરેટર પથરીને તોડવી તથા કિડનીમાં પંચર કરી પથરી તોડીને કાઢી શકાય તેવા ઓપરેશનો ઉપલબ્ધ છે. ડો.પ્રતિક અમલાણીએ એમ.બી.બી.એસ કર્યા પછી સરકારી મેડિકલ કોલેજ, સુરત ખાતે એમ.એસ. (જનરલ સર્જરી)નો અભ્યાસ કરેલ છે. તેઓ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે ઉર્તિણ થતા ગુજરાતના ગવર્નરના હસ્તે ગોલ્ડ મેડલ મેળવેલ છે ત્યારબાદ કેલીકટની ખ્યાતનામ બેબી મેમોરીયલ હોસ્પિટલ ખાતેથી ડી.એન.બી.યુરોલોજીનો સુપર-સ્પેશ્યાલીટી અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. તેમજ અમેરિકાની વિવિધ ખ્યાતનામ હોસ્પિટલમાં યુરોલોજીનો બહોળો અનુભવ મેળવેલ છે. હાલમાં ગીરીરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, રાજકોટ ખાતે ડો.પ્રતિક અમલાણીની સેવાઓ દરરોજ સવારે ૧૧ થી ૧ અને સાંજે ૫ થી ૭ નિયમિત મળશે.

Dr Pratik Amlani

ડો.પ્રતિક અમલાણી કિડની, પથરી, પ્રોસ્ટેટ, મુત્રાશય, જનન અવયવને લગતા રોગ, પુરુષ વંઘ્યત્વ અને નપુંસકતા તથા શિશ્ર્નોત્થાનની તકલીફ, પુરુષોમાં શુક્રાણુઓ ઓછા હોવા કે ન હોવા, બાળકોના પેશાબના રોગ અને જનન અવયવની જન્મજાત ખોડ અને સ્ત્રીઓના પેશાબને લગતા રોગ માટે સારવાર, ડાયાલીસીસનાં દર્દીઓ માટે એ.વી.ફિસ્ચુલાના ઓપરેશન તેમજ લેસર અને કિ-હોલ સર્જરી, રિક્ધસ્ટ્રકટીવ યુરોલોજીકલ સર્જરી અને મુત્રનળીના કેન્સરના રોગમાં નિપુણતા ધરાવે છે.

પથરીના અટકાવવા માટેના સુચનો

૧. પ્રવાહીનું મહત્વ: સામાન્ય માણસની પ્રવાહીની જરૂરીયાત ૨-૩ લિટરની હોય છે. વધારે શ્રમ કરતી વ્યકિત દા.ત.ખેત મજુરી, તડકામાં શ્રમ કરતી વ્યકિત, વધારે પરસેવો વળતો હોય તેવા વ્યકિતને વધારે પ્રવાહીની જ‚રીયાત પડે છે. વ્યકિતએ આખા દિવસ બે લિટર જેટલો પેશાબ ઉતરે તેટલું પ્રવાહી લેવુ જોઈએ. આ ઉપાય પથરી બનતી અટકાવવામાં સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે. પથરી થતી અટકાવવા માટે કેટલું પાણી પીવો છે તેના કરતા કેટલો પેશાબ થાય છે તે અગત્યનું છે. રોજ બે લીટરથી વધુ પેશાબ થાય તેટલું પાણી પીવું જ‚રી છે. જો પેશાબ આખો દિવસ પાણી જેવો ચોખ્ખો ઉતરે તો તેનો મતલબ એ છે કે પાણી પુરતા પ્રમાણમાં પીવામાં આવેલ છે. જો પેશાબ પીળો (ઘાટો) આવે તો તે પ્રવાહી ઓછુ લેવામાં આવ્યું છે તે સુચવે છે. પાણી તેમજ કોઈપણ પ્રકારના પ્રવાહી જેવા કે છાશ, લીંબુ સરબત, સોડા વગેરે પુષ્કળ પ્રમાણમાં લેવા હિતાવહ છે. ૨. પ્રાણીજન્ય ખાદ્ય જેવા કે માસ્ક, મચ્છી અને પ્રાણીજન્ય અવયવ (કિડની, લિવર, મગજ) ઓછા લેવા. ૩. ખોરાકમાં સોડીયમનું પ્રમાણ ઘટાડવું. (નમક, ખાવાના સોડા, બેકરી પ્રોડકટસ વગેર). ૪. પથરીના દર્દીઓએ બીજવાળા ફળ અને પાંદડાવાળી ભાજી પ્રમાણમાં ઓછી લેવી. ૫. ઓછી ઉકાળેલી ચા લેવી. ચા વધુ પ્રમાણમાં ઉકાળવાથી ઓકક્ષલેટનું પ્રમાણ વધે છે, જેથી પથરી થઈ શકે. ૬. ખોરાકની પરેજીથી પથરી બનતી રોકી શકાતી નથી, પરંતુ અમુક અંશે પથરીને ફરી થતી અટકાવી શકાય છે.

પથરીના દર્દીઓ માટે ભલામણ કરતો આહાર

૧. નાળીયેર પાણી તે પોટેશિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ હોય છે. તેથી તે પથરી થતી રોકવામાં મદદ કરે છે. ૨.ગાજર કારેલા તે ખનીજ તત્વોથી સમૃદ્ધ હોય છે. જે પથરી રોધક તરીકે કામ કરે છે. ૩. કેળા તેમાં વિટામીન બી ૬ ભરપુર હોય છે. જે પથરી રોધક તરીકે કામ કરે છે. ૪. લીંબુ તેમાં સાઈટ્રેટ ભરપુર હોય છે. જે શરીરમાં ઓકસેલિક એસિડનું ખંડન કરી પથરી થતા અટકાવી શકાય છે. ૫. પાઈનેપલ તેમાં ફાઈબ્રિન્સ (રેસા) તોડતા એન્ઝાઈમ્સ હોય છે. જે દ્વારા કિડનીમાં પથરી અટકાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.