Abtak Media Google News

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-૧ ડેમ તથા ન્યારી-૦૧માં થોડા સમય પહેલા તબક્કાવા સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું. ફરી ગઈકાલથી મચ્છુ-૧ થી આજી ડેમ-૧માં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવેલ છે.

Advertisement

શહેરને પીવાનું પાણી પૂરું પડતા જળાશયો પૈકી હાલમાં ભાદરમાં ૧૯.૬૦ ફૂટ, ૧૮૦૯ એમ.સી.એફ.ટી., આજી-૧માં ૨૦.૩૧ ફૂટ ૪૨૫ એમ.સી.એફ.ટી. અને ન્યારી-૧માં ૧૬.૨૧ ફૂટ ૫૨૨ એમ.સી.એફ.ટી. જથ્થો ઉપલબ્ધ છે.

ભૂતકાળમાં શહેરના નગરજનોએ પાણીની યાતના ખુબજ ભોગવેલ પરંતુ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સરકાર દ્વારા આજી-ન્યારી અને ભાદરને સૌની યોજના હેઠળ જોડી દેતા શહેરની પાણીની સમસ્યાનો અંત આવેલ.

રાજકોટ શહરેમાં જયારે જયારે પાણીની જરૂર ઊભી થયેલ છે ત્યારે ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું ઉપરાંત રૈયાધાર, બેડી વિગેરે જગ્યાએ વધારાનું નર્મદાનું પાણી આપવામાં આવે છે તે બદલ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પદાધિકારીઓએ આભાર વ્યક્ત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.