Abtak Media Google News

રાજકોટ, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વર્સ્યો હતો. ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે. તેમજ મંદિર સહિતમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજીતરફ મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના ધોધમાં પૂરના હિસાબે રમણીય દ્રશ્યો સર્જાયા હતા.

અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવાનીરની આવક થઈ છે.સુત્રાપાડામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે સરસ્તવતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો પ્રાચી માધવરાય મંદિર 15 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

ગીર ઉપરવાસમાં વરસાદને લઇ ગીરગઢડા અને કોડીનારમાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અમરેલી પંથકમાં પણ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતા 17 ડેમમાં 4 ફુટ સુધીની આવક થઇ છે.

દ્વારકા જિલ્લાના સોઢાભારથરી ડેમમાં સૌથી વધુ 4.27 ફુટ પાણીની આવક,

વેરાડી-1માં 2.62 ફુટ, વેરાડી-2માં 1.31 ફુટ,

મીણસાર (વાનાવડ)માં 0.98,

મોરબી જિલ્લાનાં મચ્છુ-3માં 0.07 ફુટ,

જામનગરના ઉંડ-3માં 1.15 ફુટ,

ભાદર ડેમમાં 0.10 ફુટ,

ફોફળ ડેમમાં 0.92 ફુટ,

વેણુ-2માં 0.16

આજી-1માં 0.20 ફુટ, આજી-2માં 0.20, આજી-3 માં 0.59 ફુટ,

ન્યારી-2માં 0.49 ફુટ,

છાપરવાડી-2માં 0.33 અને ભાદર-2માં પણ 0.33 ફુટ

પોરબંદરનાં સોરઠીમાં 0.43 અને સાકરોલીમાં 0.20 ફુટ પાણીની આવક થઈ છે.

ગીર ગઢડાના રાવલડેમ 95 ટકા ભરાતા 6 પૈકી 4 દરવાજા 2-2 ફુટ ખોલવામાં આવ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.