Abtak Media Google News

ગોવા, પંજાબ, ઝારખંડ સહિતનાં અન્ય રાજયો કોરોના હોટસ્પોટ તરીકે જાહેર

દિન-પ્રતિદિન કોરોનાનાં કેસો ખુબ ઝડપભેર વધી રહ્યા છે ત્યારે આ વૈશ્વિક મહામારીમાં ઓરિસ્સા, પંજાબ, ઝારખંડ, છતીસગઢ, ગોવા, જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશો નવા હોટ સ્પોટ વિસ્તાર બની રહ્યા છે જયાં પોઝીટીવ કેસોની સંખ્યા અનેકગણી વધી રહી છે. કોરોનાથી દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ જેવા રાજયોમાં ખુબ જ ખરાબ અસર જોવા મળી રહી છે. વાત કરવામાં આવે કર્ણાટર્કા, પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સાની તો આ રાજયોમાં પોઝીટીવ કેસોની સંખ્યામાં ૫ ટકાનો વધારો ૧૯ જુનથી ૨ જુલાઈ વચ્ચે જોવા મળ્યો છે એવી જ રીતે ૧૯ મેથી ૧ જુન સુધીમાં કર્ણાટકમાં પોઝીટીવ કેસોની સંખ્યા ૧.૩ ટકા, પશ્ચિમ બંગાળમાં ૨.૫ ટકા, ઓરિસ્સામાં ૨ ટકા અને નવા હોટ સ્પોટ તરીકે જાહેર થયેલા ગોવામાં ૦.૨ ટકાનો વધારો જોવા મળ્યો છે જે રાજયો કે શહેરોમાં ૫ ટકાથી વધુ પોઝીટીવ કેસો નોંધાતા હોય તો તે વિસ્તારને રેડ ઝોન ઘોષિત કરવા માટે પણ જણાવ્યું છે. કર્ણાટકા, પશ્ર્ચિમ બંગાળ, ઓરિસ્સા, ગોવા, આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, છતિસગઢ અને ઝારખંડમાં ૧૯ મેથી ૧લી જુન સુધી પોઝીટીવ કેસોની સંખ્યા ૬.૪૧ ટકા રહી હતી જયારે ૧૯ જુનથી ૨ જુલાઈ વચ્ચેનાં સમયગાળામાં પોઝીટીવ કેસોની સંખ્યામાં સમગ્ર દેશમાં ૮.૬૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

સમગ્ર ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા ૭ લાખને પાર પહોંચી ગઈ છે ત્યારે નવા હોટસ્પોટ અને રેડ ઝોન સામે આવતાની સાથે જ સરકાર માટે ચિંતાનાં વાદળો પણ ઘેરાયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત સંયુકત રીતે ૪.૫ લાખ પોઝીટીવ કેસો સામે આવ્યા છે જે ૬૫ ટકાનો વધારો થયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જે રીતે કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનાં તબકકામાં જાણે પહોંચ્યું હોય તેવું પણ લાગે છે જેથી ૧લી ઓગસ્ટ સુધીમાં દેશભરમાં પોઝીટીવ કેસોની સંખ્યા ૧૩ લાખથી પણ વધુ થાય તેવી શકયતા પણ જોવા મળી રહી છે. હજુ સુધી કોરોનાને નાથવા માટે કોઈ દવા કે રસીની શોધ કરવામાં આવી નથી. બીજી તરફ લોકડાઉન પૂર્ણ કરી જે અનલોકની પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તેનાથી લોકોની બેવકુફી અને બેખૌફી પણ વધુ જોવા મળી રહી છે. જેના કારણોસર પોઝીટીવ કેસોની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે.

હવામાં ફેલાતા કોરોનાનાં સુક્ષમકરણો અન્ય લોકોને ચેપ લગાડે છે

વિશ્વનાં ૩૨ રાષ્ટ્રમાંથી ૨૦૦ જેટલા વૈજ્ઞાનિકોએ ડબલ્યુએચઓને લેખિત રજુઆત કરતા જણાવ્યું  છે કે, કોરોના સ્પર્શથી નહીં પરંતુ હવામાં ફેલાતા સુક્ષમકરણોનાં કારણે ચેપ લગાડે છે. જે લોકો કાર્યો અથવા તો મોજ મજા કરવા માટે જયારે બાર, રેસ્ટોરન્ટ, ઓફિસમાં કાર્ય કરતા હોય તેઓને સંક્રમણ લાગવાના ચાન્સ સૌથી વધુ થઈ ગયા છે. વૈજ્ઞાનિકોએ ડબલ્યુએચઓએ દાવો પણ કર્યો છે કે કોરોના વાયરસ હવામાંથી ફેલાય છે અને તેના પુરતા પુરાવાઓ પણ છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ આ વાયરસનાં નાના-નાના કણો હવામાં રહે છે અને ઈન્ડોર એરિયામાં રહેલા વ્યકિતનાં શ્ર્વાસમાં કોરોનાનો ચેપ લાગી શકે છે. ગત ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દો અલગ-અલગ રીતે ચર્ચાય રહ્યો છે જેના માટે લોકો સરકાર અને ડબલ્યુએચઓને જવાબદાર માની રહ્યા છે. બીજીબાજુ અમુક લોકો આ ગંભીરતાનો પ્રશ્ર્ન ઉઠાવી અમેરિકાનો એજન્ડા હોવાનું પણ જણાવ્યું છે. તેમનું માનવું છે કે, ડબલ્યુએચઓને પહેલેથી જ ખ્યાલ હતો કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે તો તેની ગંભીરતા શું કામ રાખવામાં આવી ન હતી. વૈજ્ઞાનિકોનાં માનવા મુજબ હવામાં ફેલાતા સુક્ષ્મકરણો હવામાં લાંબા સમય સુધી રહે છે અને લોકોને ચેપગ્રસ્ત પણ કરે છે.

કોરોનાની રસી બીરબલની ખીચડી સમાન

ઈન્ડિયન એકેડેમીક ઓફ સાયન્સ કે જે બેંગલોર ખાતે સ્થાયી છે તેમાં કામ કરતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ઈન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રીસર્ચ જે કોરોના વાયરસની દવા ૧૫ ઓગસ્ટ સુધીમાં બનાવવાની જે વાત કરી છે તે સહેજ પણ સાચી નથી અને આ મુદા ઉપર આઈસીએમઆર ખરું પણ નહીં ઉતરી શકે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ હજુ સુધી કોરોનાનાં સંક્રમણો કેવી રીતે ફેલાય છે તે અંગેની પુરતી માહિતી અને જાણકારી ન હોવાથી કોઈપણ વ્યકિત તેઓ દાવો કરી શકે તેમ નથી. તેઓ કોરોનાની દવા બનાવી શકે છે. હાલ કોરોનાની રસી બીરબલની ખીચડી સમાન હોય તેવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ દ્વારા એ વાતની પણ જાહેરાત કરી છે કે, આઈસીએમઆર જો ૧૫ ઓગસ્ટ પહેલા કોરોનાની રસી શોધવાનો દાવો કરતું હોય તો તેને તમામ પ્રકારની ક્રિનીકલ ટ્રાયલને પૂર્ણ કરવી પડશે જે હજુ સુધી કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.