Abtak Media Google News

મહામારીએ સાઇકલના વેંચાણને પેંડલ માર્યા

ભારતીય કંપીનીની સાઇકલમાં સરકાર દ્વારા રૂ.૧૦૦૦ની સહાય: રોજની અંદાજિત ૭૦૦થી વધુ નાની-મોટી, દેશ-વિદેશની સાઇકલનું શહેરમાં જંગી વેંચાણ

હીરો, એટલાસ, હરકયુલસ, એવન, જાયન્ટ, ફાયર ફોકસ, સ્કનેલ બોસ્કી, માઉન્ટેન બાઇક, હાઇબ્રીડ, રોડ બાઇક સહિતની સાઇકલો યુવાનોની પસંદ

શહેરીજનોમાં સાયકલિંગનો કેઝ વઘ્યો: રોજના ૧૦૦ કિલોમીટર સુધીની રાઇડ કરતી નાની-મોટી અનેક સાઇકલ કલબ કાર્યરત

Abtak Vishes Ogo

મહામારીએ લોકોના જીવનમાં ઘણી બધી નવી પોઝિટીવ બાબતો ઉમેરી છે લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે. કોરોનાનાં કપરા કાળમાંથી બોઘપાઠ લઇ લોકોએ વોકિંગની સાથે સાઇકલ ચલાવવાનું શરૂ કરી દીધુ છે. શહેરના રાજમાર્ગો નવી નકકોર સાઇકલો ઉડીને આંખે વળગે તેટલી સંખ્યામાં દોડતી નજરે પડે છે. સાયકલિંગનો શોખ વઘતા છેલ્લા બે ત્રણ મહિનાથી શહેરમાં સાઇકલનું ઘૂમ વેંચાણ થવા લાગ્યુ છે. લોકડાઉનમાં શોર્ટ સપ્લાયને કારણે સાઇકલના ભાવમાં ૧૦ ટકા જેટલો ભાવ વધારો થયો છે.

તાઇવાનમાં સાઇકલનું મોટાપાયે સૌથી વધુ ઉત્પાદન થાય છે. જયારે સૌથી વધારે સાઇકલ ચલાવવાનું ચલણ નેંધરલેન્ડમાં છે. ભારતમાં ૫૦૦ બ્રાન્ડસની સાઇકલો બને છે. જે માંથી રાજકોટમાં ૧૫થી ૨૦ જાતની સાઇકલો વેંચાય છે. સાઇકલ એસોસિયએશનાં જણાવ્યા અનુસાર સાઇકલ પર ૧૨ ટકા જીએસટી લાગે છે. શહેરમાં ભારતીય કંપનીઓની સાઇકલોની સાથે વિદેશી બ્રાન્ડસની સાઇકલોનું પણ જંગી વેંચાણ થઇ રહ્યુ છે. યુવાનો સાદી સાઇકલને બદલે ગિયરવાળી સાઇકલ વધુ પસંદ કરી રહ્યા છે.

૯૦ હજારથી પણ વધુની કિંમતની સાઇકલો હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે: અનિષભાઇ મહેતા (ગેલેકસી સાઇકલ)

Vlcsnap 2020 07 07 11H47M49S903

ગલેકસી સાઇકલના માલિક અનિષભાઇ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૨૫ વર્ષથી હું આ સાયકલના વ્યવસાય સાથે સંકળાયેલો છું. આજના સમયમાં સાયકલ એક જુદી જ વ્યાખ્યા પર જઇ રહી છે. સાયકલનો એકયુગ પુર્ણ થઇ બીજો યુગ શરૂ થયો છે. એક જમાનામાં સાયકલ ફકત દુધ દેવા અખબાર નાખવા માટે થતો હતો. પહેલાના સમયમાં સાયકલ કાળા, લીલા અને બ્લુ એમ ઓછી વેરિએશનમાં મળતી હતી. ત્યારબાદ બીએસએ એસએસઆર આવી બાદમાં રેન્જર સાયકલ આવી. અત્યારે સાયકલમાં અસંખ્ય વેરિએશન આવ્યા છે. બાળકો તો સાયકલની ઉપયોગ કરે છે. પરંતુ યુવાનો અત્યારે ગેરવાળી સાયકલનો ઉપયોગ કરે છે. હાલ અત્યારે અમારા શો રૂમમાં ૩ હજારથી શરૂ થઇ ૯૦ હજાર સુધીની સાયકલ મળે છે. શહેરની એન્જીનીયરો ડોકટરો ઉદ્યોગપતિઓ અત્યારે સાયકલની ઉપયોગ કરે છે. હાલ સાયકલ પર ૧૨ ટકા જીએસટી લાગે છે. સરકાર આ જીએસટીમાં ઘટાડો કરે તો સાયકલનો ઉપયોગ હજુ વધશે. સાયકલની ઉપયોગ વધ્યો છે. પરંતુ બીજા દેશો કરતાં હજુ ઓછા પ્રમાણમાં સાયકલની ઉપયોગ કરે છે.

ફિટનેશ માટે યુવાનોની પહેલી પસંદ સાઇકલ બની છે: અમિતભાઇ ટાંક (સાઇકલ વર્લ્ડ)

Vlcsnap 2020 07 07 11H46M37S858

સાઇકલ વર્લ્ડ સ્ટોરના માલીક અમિતભાઇ ટાંકએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં સાયકલ હોવી એ પણ ગર્વની વાત હતી. આપણા દાદા-પરદાદા સાયકલનો ઉપયોગ પરિવહન માટે કરતાં હતાં. ધીમે ધીમે બાઇક, કાર, આવતા સાયકલનો જમાનો જતો રહ્યો હતો. પરંતુ સ્વાસ્થ્યને ઘ્યાને લઇ પાછો સાયકલની જમાનો આવ્યો છે. સાઇકલીંગ કરતાં લોકોને જોઇ શરૂઆરમાં બીજા લોકો પણ આતુરતાથી સાયકલ વિશે પુછતા હતા. અત્યારે સાયકલનો ઉપયોગ સ્વાસ્થ્યના ફિટનેશ માટે અને સ્પોર્ટસ માટે કરવામાં આવે છે. અમારે ત્યાં જારે કોઇ ગ્રાહક આવે છે તો અમે સાયકલનો ઉપયોગ વિશે પુછીને સાયકલ આપતા હોઇએ છીએ. કેવા રસ્તે કેટલા કિલોમીટર રોજે ચલાવવી છે. તે બધું જાણીને ગ્રાહકને સાયકલ આપીએ છીએ. બાળકોની જો વાત કરીએ તો અત્યારનો સમય હોય કે પહેલાની બાળપણ કયારેય સાયકલ વગર પસાર થતું જ નથી. હાલ અમારા સ્ટોરમાં ત્રણ લાખ સુધીની સાયકલ હાજરમાં મળી રહે છે. ૩૦ હજારથી ઉપરની જે બ્રાન્ડ સાયકલોમાં આવે છે. તે બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડની સાયકલ હોય છે સાયકલ ચલાવવાથી પ૦ જેટલા ફાયદા થાય છે. સાયકલ એ બેસ્ટ કારડી પાક એકસર સાઇઝ છે. જીમ, યોગા લાંબો સમય કરી શકતો નથી. પરંતુ સાયકલથી તમે એકસર સાઇઝની સાથે સાથે મનોરંજન પણ મેળવી શકો છો. મારૂ માનવું છે કે જેમ બને તેમ વધારે સાયકલનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થય ની સાથે સાથે ઇન્વાયરમેન્ટને પણ ફાયદો થાય છે.

ફીટનેશ માટે આવનારા સમયમાં સાઇકલનો મહત્તમ ઉપયોગ થશે: અનીકેતભાઇ રૂપારેલીયા (ભારત સાઇકલ)

Img 20200707 Wa0012

અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટની નામાંકિત ભારત સાઇકલના ઓનર અનીકેતભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે અત્યાર સાઇકલ આર્થિક રીતે ખાસ સઘ્ધર ન હોય તેવા વર્ગના પરિવહન તરીકે સાઇકલ ચાલતી હતી જો કે હવે એવું નથી પ્રોફેશનલ લોકો પણ રોજબરોજ સાઇકલની ખરીદી માટે આવી રહ્યા છે. આરોગ્ય પ્રત્યેની સજાગતા વધતા સાઇકલનું વેંચાણ વઘ્યું છે. અમારે ત્યાં હાલ ૧૦ હજારથી ૧પ હજાર સુધીની દેશ-વિદેશની સાઇકલ ઉપલબ્ધ છે. વેકેશનની સીઝન કરતાં પણ છેલ્લા બે માસથી સાઇકલની ખરીદી વધી છે જેમાં રપ થી પ૦ વર્ષની ઉમરના લોકો વધુ સાઇકલ ખરીદી રહ્યા છે અત્યારે માત્રને લોકો હેલ્થ ને લઇને સાઇકલ ખરીદવા આવે છે મારું એવું માનવું છે કે વધતા જતા પેટ્રોલના ભાવ, ફીટનેશ ઘ્યાને લઇ આવનારા સમયમાં સાઇકલનું ચલણ વધશે અમારે  ત્યાં નવી આઇટમમાં ઇલેકટ્રીક સાઇકલ કમ બાઇક પણ ઉપલબ્ધ છે.

સાઇકલ ચલાવવાથી ફિટનેશની સાથે સાથે આનંદ પણ આવે છે: સોહમ ચંદારાણા (સાયકલીસ્ટ)

Vlcsnap 2020 07 07 11H47M27S901

સોહમ ચંદારાણા સાયકલીસ્ટ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હું મારા મિત્રો સાથે સાયકલીંગ કરૂ છું ફ્રી ફૂટ કરતો હોય છું તેમજ મારી સ્કુલએ પણ હું સાયકલ લઈને જતોહોય છે. સાયકલ ચલાવવાથી મારી ફીટનેશ રહે છે. સાથે સાથત્રે એક આનંદ પણ થતો હોય છે. સાયકલ ચલાવવા માટેનો હું હંમેશા તત્પર રહુ છું મને સાયકલ ચલાવવી ખૂબજ ગમે છે.

ભારતમાં બીજા દેશની સરખામણીએ હજુ પણ સાયકલીંગ પ્રત્યે જાગૃતતા ઓછી: પાર્થ મહેતા (સાયકલીસ્ટ)

Vlcsnap 2020 07 07 11H48M24S779

દેશમાં સાઇકલના ઉપયોગ અંગે અનેક મતમતાંતર છે ત્યારે રાજકોટમાં રેગ્યુલર સાઇકલ ચલાવનાર સાઇકલવીરોના મત જાણવા અબતક દ્વારા પ્રયાસ થયો હતો. સાઇકલ રાઈડર પાર્થ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પોતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખક્ષને લોકો સાયકલનો ઉપયોગ કરતા થયા છે. અત્યારના સમયે લોકોનું જીવન વ્યસ્તતા ભર્યું થઈ ગયું છે. ત્યારે પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે સવારે સાયકલીંગ કરવા લાગ્યા છે. અત્યારે સાયકલો પણ ઘણી રેન્જમાં આવી ગઈ છે. નવીનવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ આવી છે. હું રોજનું ૩૦ થી ૩૫ કિલોમયણ રોજનું સાયકલીંગ કરૂ છું એક સાયકલીસ્ટ તરીકે માનવું છે કે સવારમાં સાયકલ ચલાવવી તે ખુબજ સારૂ રહેશે. સાયકલ ચલાવવાથી હેલ્થતો સારી રહેજ છે. સાથે સાથે આનંદ પણ આવે છે. હું વિદેશમાં ભણ્યો છું ત્યાં યુનિવર્સિટીમાં એવો નિયમ કે કેમ્પસમાં સાયકલ જ ચલાવવી ફરજીયાત હતી કોઈ પ્રોફેસર હોય પ્રિન્સીપાલ હોય કે સ્ટુડન્ટ બધા એ સાયકલ જ ચલાવવા તો એ રીતે જોઈએ તો આપણે હજુ પાછળ છીએ સાયકલીંગ કરવાથી વજન ઘટે છે. સ્વાસ્થ્ય સારૂ રહે છે. બ્લડ પ્રેસર નીકળી જાય છે. સરકારે જીએસટીમાં રાહત આપે તો સાયકલીસ્ટને ફાયદો થશે. મારે એટલું જ કહેવું છે કે આવનારા સમયમાં સાયકલનું ભવિષ્ય ખૂબ સારૂ છે. તેમજ લોકો જેમ બને તેમ વધુ સાયકલનો ઉપયોગ કરે તેવું માનવું છે.

રાજકોટમાં ૩ લાખ સુધીની કિંમતની સાઇકલો ઉપલબ્ધ

લોકડાઉન પછી રાજકોટના સાઇકલ શોખીનોની સંખ્યામાં વધારો થયો છે. કોરોના મહામારીને પગલે બાગ-બગીચા, જીમ, સ્વીમીંગ પુલ લાંબો સમય બંધ રહેવાથી લોકો આરોગ્યની સુખાકારી માટે સાયકલીંગ તરફ વળ્યા. પરિણામે લોકો નવી નવી સાઇકલો ખરીદીને એકસસાઇઝમાં વાપરી રહ્યા છે. પ્રોફેશનલ લોકો પણ હવે સાઇકલ ચલાવી રહ્યા છે. સાઇકલોમાં હીરો, હરકયુલસ  કે એ-વન જેવી કંપનીઓની સાથે વિદેશી બ્રાન્ડસની સાઇકલો ખુબ વેંચાય છે. વિદેશી સાઇકલમાં શેઇપ, વ્હીલ અને ઝીયરની આધુનિકતા ઉમેરાય છે. જાયન્ટ, ફાયરફોકસ, સ્કનેલ, બોસ્કી જેવી કંપનીઓની સાકઇલ પણ હવે મળી છે જેનું એસેમ્બરલીંગ ભારતમાં કરવામાં આવે છે. રાજકોટમાં હાલ રૂ. ૪૦૦૦ થી માંડીને ૩ લાખ સુધીની કિંમતની સાઇકલો મળે છે. સાઇકિલમ મોટાભાગે રૂા ૧પ થી ર૦ હજાર સુધીની વિદેશી બ્રાન્ડની સાઇકલ પસંદ કરે છે. લોકડાઉનને કારણે ફેકટરીઓ બંધ રહેવાથી શોર્ટ સપ્લાય થઇ જેના કારણે ભાવ વધારો નોંધાયો છે.

જી.એસ.ટી.માંથી મુકિત આપવી જોઇએ: વેપારીઓ

પરિવહનના સાધનોમાં સાઇકલએ સૌથી સસ્તુ માઘ્યમ છે જયારે પણ પેટ્રોલના ભાવ વઘ્યા છે ત્યારે અચુક એવી ટકોર થાય કે હવે સાઇકલ લઇને જ આવવું પડશે. હાલના તબકકે  પેટ્રોલ-ડીઝલના ભાવ વઘ્યા છે ત્યારે સરકાર દ્વારા જી.એસ.ટી.માં રાહત આપીને લોકોને પ્રેરણા આપવી જોઇએ. સાઇકલ પર ૧ર ટકા જી.એસ.ટી. લાગે છે. તેની બદલે જો પાંચ ટકા સુધીની છુટ અપાય તો સાઇકલના ભાવ પણ ઘટશે ને વધુને વધુ સાઇકલનું વેંચાણ થશે. ભારતમાં જ અંદાજીત પ૦૦ જેટલી બ્રાન્ડસની સાઇકલો બનાવાય છે. ત્યારે જો સરકાર દ્વારા જી.એસ.ટી. માંથી રાહત મળે તો આત્મનિર્ભર ભારત આપણે બે ડગલા આગળ વધીશું તેમ વેપારીઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.