Abtak Media Google News

આયુર્વેદ ક્ષેત્રે વર્ષોનો બહોળો અનુભવ ધરાવનાર અને કાયમચૂર્ણને વિશ્વભરમાં જાણીતી બ્રાંડ બનાવનાર ભાવનગર શેઠ બ્રધર્સ એ હવે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રોગોનો સામનો થઈ શકે અને વાઈરલ ઈન્ફેકશન સામે લડી શકે તેવી રોગપ્રતિકારક શકિત શરીરમાં વધારવામાં મદદરૂપ બને એવી બે પ્રોડકટ હાલમાં જ બજારમાં મૂકી છે.

આયુર્વેદિક ‘પ્રતિકારક કાઢા’ કે જે ત્રિકટુ યુકત ટેસ્ટી ઉકાળો છે જેમાં નાખવામાં આવેલા દરેક ઔષધ શરીરની રોગપ્રતિકારક શકિત તો વધારે જ છે. સાથોસાથ શરદી, ફલુ, કફ, ઉધરસ, તાવ તથા કળતરમાં પણ ઉપયોગી છે. તે ઈન્સ્ટન્ટ ઉકાળો છે. બનાવવામા સરળ છે. શરૂથી જ માર્કેટમાં આ પ્રોડકટને ખુબજ રીસપોન્સ મળી રહ્યો છે. આનુ કારણ છે તેની અસરકારકતા અને ટેસ્ટી સ્વાદ.

બીજી પ્રોડકટ પ્રતિકારક ટેબલેટ લોંચ કરવામાં આવી છે. જે આયુર્વેદના વર્ષો જૂના ગ્રંથોનાં આધારે શરીરની રોગપ્રતિકારક શકિત વધારતા ૨૯ જડીબુટ્ટી વનસ્પતિઓમાંથી બનાવવામાં આવી છે. પ્રતિકાર ટેબલેટનું નિયમિત સેવન શરીરને જરૂરી કડવાટ પુરી પાડી નાની મોટી બિમારીઓથી રક્ષણ કરે છે. અને રોગપ્રતિકારક શકિત વધારે છે. વાઈરલ ઈન્ફેકશનથી બચવા પ્રતિકાર ટેબલેટનું નિયમિત સેવન ખૂબજ લાભદાયી છે. આ બંને પ્રોડકટસનું લોચિંગ કંપનીનાં દરેક સ્ટોકિસ્ટો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.