Abtak Media Google News

માસ પ્રમોશનની માંગ સાથે યુજીસીના પરિપત્રની હોળી કરી વિરોધ દર્શાવ્યો

તાજેતરમાં યુનિવર્સિટીની બાકી રહેલી પરીક્ષાઓ અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.ત્યારે કોરોના મહામારીના પગલે આગામી દિવસોમાં બાકી રહેલી પરીક્ષાઓ રદ કરી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરાઈ છે. આ મામલે વદુ વિગતો આપતા એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર એમ સોલંકીએ જણાવ્યું હતુ.

સમગ્ર વિશ્ર્વ અને ભારત પણ આ કોરોનાની મહામારીથી ધ્રુજી રહ્યું છે. દિવસને દિવસેક ભારતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થાય છે. આવી પરિસ્થિતિમા યુજીસી દ્વારા તાજેતરમાં યુનિ.નીપરીક્ષા અંગેની ગાઈડલાઈન બાર પાડવામા આવી છે. આ ગાઈડલાઈન માત્રને માત્ર વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય સાથે અને કરિયર સાથે છેડા કરતી હોય સ્પષ્ટ પણે દેખાય છે. આ યુજીસીની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે. કે બાકી રહેલી યુજી, પીજીના બધા જ વિદ્યાર્થીઓને ઓનલાઈન અથવાતો ઓફ લાઈન પરીક્ષા ફરજીયાતપણે યુનિ. દ્વારા લેવામાં આવે જયારે અત્યારની પરિસ્થિતિને ધ્યાને લેતા લાગી રહ્યું છે કે પરીક્ષા લેવી યોગ્ય નથી. કારણ કે દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થતો આવે છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગામી પરિક્ષાઓ રદ કવી જોઈએ અને બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ એવી માંગ સાથે યુજીસીના ગાઈડલાઈન્સ પરિપત્રની હોળી કરી વિરોધ કરવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર વિદ્યાર્થી યુનિયન પ્રમુખ નરેન્દ્ર સોલંકી, દિગ્પાલસિંહ જાડેજા, માધવ આહિર, મંથન પટેલ, દેવેન્દ્રસિંહ જાડેજા સાગર જેઠવા, મયુરસિંહ જાડેજા, અભય બોરીચા, સંકેત રાઠોડ, પુષ્પરાજસિંહ જાડેજા, ભવ્ય પટેલ પરવેઝભાઈ સહિતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.