Abtak Media Google News

ભુજના રૂટની ૬ ટ્રેનો ડાયવર્ટ કરાઇ: સામખિયાળી, પાલનપુર થઇને ચાલશે

ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાયું છે. જેથી ઘણી ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ ડાયવર્ટ કરવામાં આવી છે. આજની ટ્રેન નં. ૭૪૮૩૮ પાલનપુર-જોધપુર ડેમુ મારવાડ ભીનમલથી રવાના થશે. તથા પાલનપુર અને મારવાડ ભીનમાલ વચ્ચેનો રૂટ રદ રહેશે. આજરોજ અમદાવાદ પહોચવા વાળી ટ્રેન નં. ૧૫૨૬૯ મુજફરપુર અમદાવાદ જનસાધારણ એકસપ્રેસ અજપેર સ્ટેશન પર શોર્ટ ટર્મીનેટેડ કરવામાં આવશે. તથા વાપસીમાં આ ટ્રેન નં. ૧૫૨૭૦ અમદાવાદ મુજફરપુર જનસાધારણ એકસપ્રેસ અજમેરથી રવાના થઇ ને નિર્ધારીત રૂટ પર ચાલશે. આ ટ્રેન અજમેર આને અમદાવાદની વચ્ચેનાં રૂટ પર રદ રહેશે.

આજની ટ્રેન નં. ૧૨૯૩૭ ગાંધીધામ હાવડા એકસપ્રેસ પરિવર્તિત માર્ગ સામખિયાળી (પાલનપુર) થઇને ચાલશે. આ સાથે આજની ટ્રેન નં. ૧૪૩૧૧ બરેલી ભુજ એકસપ્રેસ પરિવર્તિત માર્ગ પાલનપુર-ભીલડી થઇને ચાલશે તેમજ આજની ટ્રેન નં. ૧૫૬૬૭ ગાંધીધામ કામાખ્યા એકસપ્રેસ પરિવર્તિત માર્ગ સામખિયાળી (પાલનપુર) થઇને ચાલશે.

આવતીકાલની પરિવર્તિત માર્ગે ચાલનારી ટ્રેનોમાં ટ્રેન નં. ૨૨૯૫૫ બાન્દ્રા ટર્મિનલ-ભુજ એકસપ્રેસ ટ્રેન નઁ. ૨૨૯૫૬ ભુજ બાન્દ્રા ટર્મિનલ એકસપ્રેસ અને ટ્રે નં. ૧૮૫૦૨ ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એકસપ્રેસ વાયા સામખીયાળી (પાલનપુરી) થઇને ચાલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.