Abtak Media Google News

બોલીવૂડનો સૌથી ફિટ અભિનેતાને કબડ્ડી રમવી ગમે છે

બોલીવુડના સૌથી ફિટ અભિનેતા અક્ષયકુમારે કબડ્ડી ટીમ બેંગાલ વોરીઅર સાથે પાર્ટનરશિપ કરી છે. ઉલ્લેખનીય છે કે અક્કા ઉર્ફે અક્ષયને કબડ્ડી રમવી ગમે છે. તે માર્શલ આર્ટને પણ મહત્વ આપે છે.આ સિવાય બચ્ચનપુત્ર અભિષેકે પણ કબડ્ડીની ટીમ ખરીદી છે. અત્યારે અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ટોઈલેટ: એક પ્રેમ કથાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તારીખ ૧૧ ઓગષ્ટના શુક્રવારે રીલીઝ થશે. જેમાં અક્ષયની સાથે ભૂમિ પેડણેકર છે. સ્વચ્છતા અભિયાનને પ્રમોટ કરતી આ ફિલ્મ અત્યારથી જ ચર્ચામાં છે.તાજેતરમાં ફિલ્મના પ્રમોશન વખતે અક્ષયકુમારે રણબીર કપૂરને ટોઈલેટ એક પ્રેમકથાની ડીવીડી મોકલવાની વાત કરી હતી. રણબીરે એમ કહ્યું હતું કે મને ખૂલ્લામાં મૂત્ર વિસર્જન કરવું ગમે છે. અક્ષયકુમારે ટવિટર પર લખ્યું છે કે પ્રો.કબડ્ડી લીગની ટીમ બેંગાલ વોરીઅર ટીમ ખરીદી છે.બેંગાલ વોરીઅર ટીમના માલિક બનીને ખૂબ જ ગર્વની લાગણી મહેસુસ કરું છું.જોગાનુજોગ અક્ષય કુમારની ભૂતપૂર્વ પ્રેમિકા શિલ્પા શેટ્ટી પણ સરકારની સ્વચ્છતા અભિયાનની જાહેરાતમાં જોવા મળે છે. જેમાં શિલ્પા ફોન કરીને જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરતા લોકોને શરમ અનુભવવાનું કહે છે તે સવાલ કરે છે કે તમારે શું જોઈએ છે સ્વચ્છતા કે ઈજ્જતનો કચરો ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.