Abtak Media Google News

જમીન વિકાસ નિગમમાં સહાયક નિયામકની ફરજ દરમિયાન આચરેલા ભ્રષ્ટાચારનો ભાંડો ફુટયો

નિવૃતીના ત્રણ વર્ષ બાદ રૂ.૪ કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવતા નોંધાતો ગુનો

તાપી-વ્યારા ખાતે ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવી ત્રણ ત્રણ વર્ષ પહેલાં નિવૃત થયેલા સહાયક નિયામક પાસેથી રૂ.૪ કરોડની મિલકત અપ્રમાણસર મળી આવતા તેની સામે સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

તાપી-વ્યારા ખાતે જમીન વિકાસ નિગમમાં સહાયક નિયામક તરીકે ફરજ બજાવી ૨૦૧૮માં નિવૃત થયેલા કૃષ્ણકુમાર ઉપાધ્યાય સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર અંગેની લાંબા સમયથી ચાલતી તપાસના અંતે સરકારી ફરજ દરમિયાન તેઓએ ભ્રષ્ટાચાર આચરી રૂ.૪ કરોડ તેની આવકના પ્રમાણમાં વધુ હોવાનું જણાતા તેની સામે અપ્રમાણસરની મિલકત અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

કૃષ્ણકુમાર ઉપાધ્યાય તાપી-વ્યારા ખાતે સરકારની વિવિધ યોજના હેઠળ ખેત તલાવડી સહિતના અનેક કામમાં ગેરરીતી આચરી હોવાથી તેમની સામે ૨૦૧૮માં ૧૪ જેટલા અલગ અલગ ગુના નોંધાયા બાદ તેઓને નિવૃત કરી દેવામાં આવ્યા હતા. અને તેની સામે ભ્રષ્ટાચાર અંગેની સુરત એસીબી દ્વારા તપાસ હાથધરવામાં આવી હતી.

તાપી-વ્યારા ખાતે ખેત તલાવડીના કામમાં ગેરરીતી આચરવાના કૌભાંડમાં સુરત એસીબીએ આઠ જેટલા અધિકારી અને કર્મચારીની ધરપકડ કરી તેની સામે ૧૮ કરોડની મિલકત શોધી કાઢયા બાદ જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ઉપાયાધ્ય પાસેથી રૂ.૪.૧૨ કરોડની મિલકત અપ્રમાણસરની મળી આવતા તેની સામે ભ્રષ્ટાચાર અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.