Abtak Media Google News

 ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા એએસઆઇ વી.એમ. ઝાલાએ ખબરીને પોતાની સફળતાના યશભાગી ગણાવ્યા

Dsc 9446

 પોલીસમાં ૩૮ વર્ષ દરમિયાન કરેલી પ્રશંસનીય અને યાદગાર કામગીરી વાગોળી

 એટીએસમાં મહત્વની ફરજ બદલ ગૃહ મંત્રી દ્વારા સન્માનિત કરાયેલા વિજયસિંહને નિવૃત્તિ સમયે ઉચ્ચ અધિકારીઓએ શુભેચ્છા પાઠવી

પોલીસ અને ક્ષત્રિય સમાજના ગૌરવ સમાન વિજયસિંહ ઝાલાએ અનડીટેક ખૂન, લૂંટ, ઘરફોડ ચોરી સહિત ગુનાનો આગવી કુનેહથી ભેદ ઉકેલ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણા ગામના વતની અને રાજકોટ પોલીસ અને ક્ષત્રિય સમાજ માટે ગૌરવ સમાન વય મર્યાદાથી વિજયસિંહ મંગળસિંહ ઝાલા નિવૃત થતા તેઓ ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ‘અબતક’ મિડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષભાઇ મહેતા સાથે પોતાની ૩૮ વર્ષ દરમિયાન પોલીસમાં કરેલી યાદગાર કામગીરી વાગોળી હતી. બાતમીદારના બાદશાહ ગણાતા વિજયસિંહ ઝાલા નિવૃત થતા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ડીપાર્ટમેન્ટ માટે ખોટ જણાશે પરંતુ તેઓએ પોલીસ ડીપાર્ટમેન્ટ જ્યારે જરૂર પડશે ત્યારે પુરા ખંત સાથે ખડે પગે રહેવાની તત્પરતા દાખવી છે.

૧૯૮૨માં પોલીસ ડીપાર્ટમેન્ટમાં જોડાયા બાદ તેઓએ એ ડિવિઝન, પ્ર.નગર, સી ડિવિઝન, તાલુકા, માલવીયાનગર, ભક્તિનગર, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ, એન્ટી લેન્ડ ગ્રેબીંગ સ્કવોડ, એસઓજી અને ક્યુઆરટી સહિતની મહત્વની બ્રાન્ચ અને પોલીસ મથકમાં પસંશનીય કામગીરી કરી સારી લોકચાહના મેળવી વિજયસિંહ ઝાલા આજે નિવૃત થતા તેમને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સાથી પોલીસ કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી છે.

જંકશન પ્લોટમાં થયેલા અનડીટેક મર્ડરનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ ત્યારે બાતમીદારની મદદથી વિજયસિંહ ઝાલાએ પોતાના સાથી રાજભા જાડેજા અને પી.ડી.જોષીની મદદથી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો એટલુ નહી તેઓએ અન્ય સાત જેટલા હત્યાના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મેળવી છે.

રાજકુમાર કોલેજ પાસેથી રાજદીપસિંહ નામના ગરાસીયા તરૂણનું ખંડણી પડાવવાના ઇરાદે થયેલા અપહરણનો ભેદ ઉકેલવા વિજયસિંહ ઝાલાની બાતમી મહત્વની સાબીત થઇ હતી. તરૂણનું અપહરણ કરી બ્લુ કલરની કાર જામનગર તરફ ગયાની બાતમીના આધારે પગેરૂ દબાવ્યું હતું તે દરમિયાન જામનગર નજીક અપહરણકારની કાર સામે મળી હતી તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. તે સમયે જામનગર ખાતે પી.આઇ. તરીકે ફરજ બજાવતા એ.પી.જાડેજાની સમયસર મદદ મળી જતા અપહૃતને હેમખેમ મુકત કરાવી ત્રણ અપહરણકારને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

દસથી વધુ મહિલા બાતમીદાર સહિત ૫૦ જેટલા બાતમીદારનું નેટવર્ક ધરાવતા વિજયસિંહ ઝાલાએ ૧૩૦ જેટલા વાહન ચોરીના ભેદ અને એક જ વર્ષમાં ૧૦૦ જેટલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની મહત્વની કામગીરી કરી લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે પરંતુ તેઓએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ દરમિયાન વૃધ્ધ વિપ્ર દંપત્તીની સાથે રૂા.૪૫ હજારની છેતરપિંડીના આરોપીને પકડીને પાઠ ભણાવી દંપત્તીને તેની મરણ મુડી પરત અપાવી ત્યારે તેઓ દ્વારા વિજયસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફને આપેલા આર્શિવાદ હમેશા યાદ રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું.

વિજયસિંહ ઝાલાના બાતમીદારના નેટવર્કને ધ્યાને લઇ રાજયના એન્ટી ટેરિરિસ્ટ સ્કવોડમાં નિમણુક થઇ ત્યારે તેઓએ ભરૂચ ખાતે આવેલા આંતર રાજય ડ્રગ્સ માફિયા ઇકબાલ મુસા સાથે ફિલ્મી ઢબે ઝપાઝપી કરી એકલા હાથે પકડી પાડવામાં સફળતા મળી હતી. ઇકબાલ મુસા સામે દક્ષિણ આફિકા સહિતના દેશોમાં મેન્ડ્રેકસ અને હેરોઇનની હેરાફેરીના ગુના નોંધાયા હતા.

વિજયસિંહ ઝાલાની પસંશનીય કામગીરી બદલ ૩૦૦ જેટલા ઇનામ, એક જ એક જ વર્ષમાં ૧૦૦ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરીને ધ્યાને લઇ તત્કાલીન ગૃહ મંત્રી સ્વ.હરેન પંડયા દ્વારા સ્માનિત કરવામાં આવ્યા હતા. વિજયસિંહ ઝાલાએ નિવૃતી બાદ ગધેથર ગાયત્રી આશ્રમે શકય એટલો સમય સેવા આપવા અને રાજકોટ પોલીસને જ્યાં જરૂર જણાશે ત્યાં મદદરૂપ થવા તત્પરતા દાખવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.