Abtak Media Google News

દેશ બદલ રહા હૈ! સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે છે શું?

દેશનો દરેક નાગરિક રાષ્ટ્રની સંપતિ છે. જેથી નાગરિકને યોગ્ય સારવાર મળી રહે તે જવાબદારી પણ રાષ્ટ્રની બને છે. કોરોના મહામારી બાદ મોટાભાગની સેવાઓ ડિજીટલ થવા લાગી છે. ઈ-કોમર્સનો જમાનો આવ્યો છે. શિક્ષણ પણ ઓનલાઈન થઈ ચૂકયું છે. મોટાભાગના વ્યવહારો ઓનલાઈન થઈ ચૂકયા છે. ત્યારે મેડિકલ ક્ષેત્રને પણ ડિજીટલ વાઘા પહેરાવવાની તૈયારી સરકારની છે. આવા સંજોગોમાં  આગામી તા.૧૫ ઓગષ્ટના સ્વાતંત્રતા પર્વે મોદી સરકાર નેશનલ ડિજીટલ હેલ્થ મિશનની જાહેરાત કરે તેવી શકયતા છે. હેલ્થ સેકટરમાં આ યોજના આયુષમાન ભારત પછીની સૌથી મોટી યોજના માનવામાં આવે છે.  મિત્રો છેલ્લાં છ મહિનાથી નેશનલ હેલ્થ ઓથોરીટી કે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને અમલમાં લાવવાનું કામ કરે છે. હવે તે  જ ઓથોરીટી  ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવા માટે  કામ કરી રહી છે જેને અંતર્ગત દરેક ભારતીય માટે વ્યક્તિગત હેલ્થ  આઈડી બનાવવામાં આવશે.

મિત્રો નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ તમાંમ દરેક નાગરિકનો એક હેલ્થ ડેટાબેઝ બનશે. આ ડેટાબેઝ  એપ્લીકેશન અથવા તો વેબસાઇટથી ઍક્સેસ કરી શકાસે. પરંતુ આ હેલ્થ રેકોર્ડની માલિકી વ્યક્તિગત હશે એટ્લે કે પર્સનલ પ્રાયવેસી પર પૂરેપુરું ધ્યાન આપવામાં આવશે. પણ આપણે જ્યારે બીમાર હોય ત્યારે આપણાં ડોક્ટરને થોડા સમય માટે આપનો હેલ્થ રેકોર્ડ બતાવવા  ઍક્સેસ  આપી શકશું.

હવે તમને જણાવી દઈએ કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના ચાર સ્તંભ હશે. એ ચાર સ્તંભ છે

૧. હેલ્થ આઈડી કાર્ડ 

૨. ડિજિટલ ડોક્ટર

૩. હેલ્થ ફેસિલિટી આઇડેટીફાયર

4. પર્સનલ હેલ્થ રેકોર્ડ.

હેલ્થ આઈડી કાર્ડ

હેલ્થ આઈડી અંતર્ગત બધા વ્યક્તિઓને પોતાનું યુનિક હેલ્થ આઈડી આપવામાં આવશે જેમાં લોકોને વિકલ્પ આપવામાં આવશે કે તમારે તમારા હેલ્થ આઈડીને આધાર સાથે લિન્ક કરવું છે કે નહીં. એટ્લે જો તમારી ઈચ્છા હોય તો અને તો જ હેલ્થ આઈડી સાથે આધાર કાર્ડ લિન્ક થશે. આજે મોટી હોસ્પીટલમાં પ્રથમ વાર સારવાર માટે જઈએ અને જેવી  રીતે રજીસ્ટ્રેશન થાય છે બિલકુલ  તેવી જ રીતે આ હેલ્થ આઈડી માટે રજીસ્ટ્રેશન થશે. ત્યારબાદ આ યુનિક હેલ્થ આઈડીની મદદથી દેશની કોઈ પણ હોસ્પિટલમાં વ્યક્તિગત હેલ્થ રેકોર્ડ જાણી શકાશે. જોકે આ મુદે આયોગનું કહેવું છે કે  આ યુનિક હેલ્થ  આઈડી  કઢાવવું કે નહીં   તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે માટે તમારે જો આવું આઈડી કઢાવવું હોય તો જ કઢાવવાનું રહેશે. પણ જ્યારે આ હેલ્થ કાર્ડ બનશે ત્યારે જેટલો હેલ્થ રેલેટેડ ડેટા હશે તે ઓટોમેટિક સરકારે બનાવેલા સુરક્ષિત ક્લાઉડમાં સેવ થઈ જશે. તમને ડિજિલોકરની તો ખબર જ છે તો મિત્રો આ યુનિક હેલ્થ આઈડી પણ તેના જેવુ જ છે બસ ફર્ક એટલો છે કે આમાં હેલ્થને રિલ્ટેડ ડેટા હશે. મિત્રો આગળ જણાવ્યુ કે આધાર કાર્ડ લિન્ક કરવું ફરજિયાત નથી પણ જો આરોગ્યને લગતી સરકારી યોજનાનો લાભ લેવો હશે તો તમારે હેલ્થ આઈડીને  આધાર  સાથે લિન્ક કરવું ફરજિયાત છે.

ડીજીડોક્ટર

હવે વાત કરીએ બીજા સ્તંભની એટ્લે કે  ડીજીડોકટરની, મિત્રો કોરોના મહામાંરીમાં લગભગ સુવિધાઓ ઓનલાઈન મળતી થઈ ગઈ છે ત્યારે આ ડીજી ડોક્ટર અંતર્ગત  ડોક્ટર શોધવાનું એક પ્લેટફોર્મ મળી જશે. આ અંતર્ગત તમામ ડોકટરને એક યુનિક નંબર આપવામાં આવશે જે  રાજ્ય મેડિકલ કાઉન્સિલ દ્વારા સોંપાયેલ રજિસ્ટ્રેશન નંબરથી અલગ હશે. આ પ્લેટફોર્મથી દર્દીને પ્રિસ્ક્રિપ્શન લખવા માટે  ડોક્ટરને ડિજિટલ હસ્તાક્ષર સોંપવામાં આવશે. મિત્રો ભારતમાં સામાન્ય રીતે ડિજિટલ સિગનેચર માટે   ફી લેવામાં આવે છે. પણ આ સેવા માટે કોઈ પણ વપરાશકર્તા અથવા ડોક્ટરને ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં.

 હેલ્થ ફેસિલિટી આઇડેન્ટીફાયર

મિત્રો જેમ ડોક્ટર અને દર્દીઓને એક યુનિક આઈડી નામબર આપવામાં આવશે તેમ દરેક હોસ્પિટલને તેમજ  દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એક યુનિક ઇલેક્ટ્રોનિક આઈડી આપવામાં આવશે. આ આઈડીના બે કામ હશે પહેલું તો    તે સુનિશ્ચિત કરશે કે તમામ આરોગ્ય સુવિધાઓ કોઈ પણ ખામી ન રહે તેમજ આ સુવિધા આરોગ્ય કેન્દ્રને સરકાર પાસેથી તમામ મંજૂરીઓ લેવા માટે ઉપયોગી થશે.

પર્સનલ હેલ્થ રેકોર્ડ

આ પર્સનલ હેલ્થ  રેકોર્ડ્માં   કોઈ વ્યક્તિની  સંપૂર્ણ મેડિકલ હિસ્ટરી આવરી લેવામાં આવશે. આ મેડિકલ હિસ્ટ્રીમાં   જન્મથી લઈ અત્યાર સુધી જેટલી પણ રસી આપવામાં આવી હોય, જેટલા પણ ઓપ્રેશન થયા હોય તેમજ લેબોરેટરીમાં જેટલા ટેસ્ટ થયા હોય એવી તમામ વિગતો આમાં શામેલ હશે. અને હા આ પર્સનલ હેલ્થ રેકોર્ડ  તમે કઢાવેલી યુનિક હેલ્થ આઈડી સાથે લિન્ક રહેશે .

તો મિત્રો આ તો વાત થઈ ફાયદાની પરંતુ કોઈ વસ્તુના જેમ સારા પરિણામ હોય છે તેમ ખરાબ અસરો પણ હોય છે. સરકારના આરોગ્ય અભિયાનમાં અનેક પાસાઓ સારા છે પરંતુ આ યોજના ઓનલાઈન હોવાથી સાયબર સિક્યુરીટી પર મોટો ખતરો છે. કોઈ પણ વ્યક્તિના ડેટા ચોરાય શકે તેવી દહેશત પણ છે. આરોગ્યને લગતા ડેટા સાથે છેડછાડ પણ થઈ શકે છે અને તેનાથી લોકો મુશ્કેલીમાં પણ મુકાઇ શકે છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.