Abtak Media Google News

ટેબલેટ સાથે હળદર વાળા દૂધનું પાઉચ વિનામૂલ્યે અપાશે

ચાલી રહેલી આ મહામારીના સમયમાં વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આનો ના તો કોઇ ઉપાય છે. ના તો કોઇ વિશેષ ઉપચાર છે કે ના તો કોઇ વિશેષ દવા છે. આ સ્થિતિમાં માત્ર આપણે રોગપ્રતિકારક શકિતમાં વધારો કરીને જ બચી શકશું, આયુર્વેદના નિષ્ણાતોનું માનવું છે કે રોગપ્રતિકારક શકિત વધારવા માટે ઘણા ઉપાયો છે. આ બાબતને ઘ્યાનમાં રાખીને સરગમ કલબ અને બાન લેબ્સ દ્વારા રાજકોટની જનતા માટે અસરકાર આયુર્વેદીક ટેબલેટનું રાહતદરે વિતરણ  શરૂ કરવામાં આવનાર છે.

બાન લેબ્સના એમ.ડી. મૌલેશભાઇ ઉકાણી અને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્યા અનુસાર આગામી તા. ૬ ના રોજથી વિવિધ સ્થળેથી વિતરણ કરવામાં આવનાર છે. એટલું જ નહીં આ ટેબલેટની સાથે ર૦ રૂપિયાની કિંમતનું કેઅર ગોલ્ડન મિલ્ક (ઇન્સટન્ટ હળદર વાળું દૂધ) પાઉચ વિનામૂલ્યે આપવામાં આવશે.

ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું કે રોગ પ્રતિકારક શકિત વધારવા માટે રાજકોટ વાસીઓએ આોરગ્ય વર્ધક ટેબલેટનું નિયમિત રીતે સેવન કરે તે અતિ આવશ્યક છે અને આ બાબતને ઘ્યાનમાં રાખીને સરગમ કલબ તથા બાન લેબ્સના સંયુકત ઉપક્રમે આયુર્વેદીક અમૃતા (ગિલોય) ઘન ટેબલેટ અને આયુર્વેદીક મહાસુદર્શન ઘન ટેબલેટનું રાહત ભાવે વિતરણ કરવાનું નકકી કરાયું છે બાન મહાસુદર્શન ઘન ટેબલેટ ઘણી ગુણકારી છે. અને રોગપ્રતિકારક શકિત વધારવામાં તથા ખાંસી, શરદી ગળામાં ચેપ અને તમામ એલર્જી સામે રક્ષણ આપે છે.

આ મહાસુદર્શન ટેબલેટની મુળ કિંમત ૧૦૦ રૂપિયા છે જેમાં ૪૦ ટેબલેટ આવે છે તે માત્ર  ૩૫  રૂપિયામાં આપવામાં આવશે અને સાથે કેઅર ગોલ્ડન મિલ્ક (ઇન્સટન્ટ હળદર વાળું દૂધ) નું ર૦ રૂપિયાનું પેકેટ તદન વિનામૂલ્યે આપવામાં આવશે. આ ગોલ્ડન મિલ્કની વિશેષતા છે કે આમા ઉપયોગમાં લેવાયેલી હળદર, એકસટ્રેકર,ફોર્મ છે જે સામાન્ય હળદર કરતા વધુ અસરકારક છે આ સાથે જ તેમાં કેસર, એલચી, તજ, આદુ કાળા મરી જેવી આૌષધિઓ સામેલ છે. આ સિવાય બનન અમૃતા (ગિલોય) ઘન ટેબલેટ પણ રાહતદરે આપવામાં આવશે. આ ટેબલેટના ૬૦ નંગ કિંમત ૧૨૫ રૂપિયા છે જે માત્ર ૩૫ રૂપિયામાં આપવામાં આવશે. આ સાથે જ કેઅર ગોલ્ડન મિલ્કનું પાઉચ વિનામૂલ્યે આપવામાં આવશે.

આગામી તા. ૬ થી દરરોજ (રવિવાર સિવાય) આ ટેબલેટનું રાહત દરે વિતરણ સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૭ વચ્ચે સરગમ કલબની  કચેરી, લાઇબ્રેરી અને આરોગ્ય સેન્ટરમાં થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.