Abtak Media Google News

કોરોના મહામારીના કારણે પ્રતિબંધિત પરિવહનમાં અતિઆવશ્યક સામગ્રી પુરા દેશમાં ઉપલબ્ધ કરાવી ગૌરવનીવાત છે કે પશ્ચિમ રેલવે દ્વારા અતિઆવશ્યક સામગ્રી પણ, જરૂરી દવાઓ અને મેડિકલ સામાનો પણ પરિવહન હેતુ દેશમાં અલગ-અલગ હિસ્સામાં પહોંચાડી રહી છે. ટાઈમટેબલ્ડ વિશેષ પાર્સલ ટ્રેનો ચાલુ રાખીને અત્યાર સુધીમાં કુલ ૪૬૪ ટ્રેનો ચલાવવામાં આવી છે. ૧૩-૦૮-૨૦૨૦ ને બાંદ્રા ટર્મિનસ થી જમ્મુ તવી પાર્સલ વિશેષ અને પાલનપુરી હિન્દ ટર્મિનલ માટે એક મિલ્ક સ્પેશ્યલ ટ્રેન એમ કુલ બે પાર્સલ સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે થી રવાના થઈ.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા એક પ્રેસ રિલીઝ  અનુસાર, ૨૩ માર્ચ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ સુધી કોરોના મહામારી નો પ્રભાવ હોવા છતાં, ૯૭,૦૦૦ ટનથી પણ વધુ વસ્તુઓ પશ્ચિમ રેલવે દ્વારા પોતાની ૪૬૪ પાર્સલ વિશેષ ટ્રેનો ના માધ્યમથી દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવી. જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ જેવી મુખ્ય વસ્તુઓ સામેલ છે. આ પરિવાર ના માધ્યમથી લગભગ ૩૧.૫ કરોડ રૂપિયા  રાજશ્વ પ્રાપ્ત થયું. આ સમય દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા ૭૨ દૂધની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી, જેમાં લગભગ ૫૪,૦૦૦ ટન ભાર  હતો અને વેગનો ૧૦૦ ટકા ઉપયોગથી લગભગ ૯.૪૧ કરોડ રૂપિયાનું રાજશ્વ પ્રાપ્ત થયું. આ જ રીતે ૩૭૦ કોવિડ-૧૯ વિશેષ પાર્સલ ગાડીઓ ૩૩ હજાર ટન ભાર સાથે વિવિધ આવશ્યક વસ્તુઓ સાથે પરિવહન માટે ચલાવી, જેના દ્વારા અર્જિત રાજશ્વ  ૧૬.૯૮ કરોડ રૂપિયા યું. આ સિવાય, ૯૫૮૮ ટન ભાર વાળા  ૨૨ ઇંદેન્ટન્ડ રેક પણ લગભગ ૧૦૦% ઉપયોગી ચલાવ્યા. જેનાથી ૫.૧૨ કરોડ રૂપિયા થી વધુ રાજશ્વ પ્રાપ્ત થયું. ૨૨ માર્ચી ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ સુધી લોક ડાઉન સમય દરમિયાન માલ ગાડીઓી કુલ ૧૧૮૯૦ રેકો નો ઉપયોગ પશ્ચિમ રેલવે દ્વારા ૨૪.૪૭ મિલિયન ટન આવશ્યક વસ્તુ ની પૂર્તિ કરી. ૨૩,૨૩૫ માલ ગાડીઓને અન્ય ઝોનલ રેલવે સો ઇન્ટર ચેન્જ કરી, જેમાં ૧૧૬૦૩ ટ્રેનો સોપવામાં આવી અને ૧૧૬૩૨ ટ્રેનો અલગ-અલગ ઇન્ટરચેન્જપોઇન્ટ પર લઈ જવામાં આવી. પાર્સલ વેન/રેલ્વે મિલ્ક ટેન્કર (આર એમ ટી) નો મિલેનિયમ પાર્સલ રેક દેશના વિવિધ ભાગોમાં દૂધ પાવડર, તરલ દૂધ અને અન્ય સામાન્ય ઉભોગકતા વસ્તુઓ જેવી આવશ્યક સામગ્રીની માગ પ્રમાણે પૂર્તિ કરવા માટે મોકલવામાંઆવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.