Abtak Media Google News

અતિ મજબુત મનોબળ ધરાવતા ધોની કપરી પરિસ્થિતિમાં પણ નર્વસ થયા વિના અનેક વખત મેચ વિનર રહ્યો

પોતાના સાથી ખેલાડીઓમાં રહેલી ટેલેન્ટનો ભરપુર ઉપયોગ કરી પ્રોત્સાહન પુરૂ પાડતો

ક્રિકેટને મેન્ટલ ગેઇમ ગણવામાં આવે છે. કપરી પરિસ્થિતીમાં અતિ મજબુત મનોબળ ધરાવતા ખેલાડી જ હારેલી બાજીને જીતમાં પલ્ટી મેચ વિનર બનતા હોય છે. ભારતીય ટીમને આવો જ એક મજબુત મનોબળ ધરાવતો કેપ્ટન ધોની મળ્યો હોવાનું કહી ભારતીય ટીમના ફાસ્ટ બોલર આશિષ નહેરાએ પ્રતિસ્પધિ ખેલાડી શુ વિચારી રહ્યો છે તે પારખવાની ધોની પાસે રહેલી અલગ આવડતના કારણે તે શ્રેષ્ટ કેપ્ટન બન્યો છે. એટલે જ ભારતની ટીમને વલ્ડ કપ, ચેમ્પિયન ટ્રોફી ટી-૨૦ વલ્ડ કપમાં જીત મેળવી શકી છે.

૮૦ના દાયકામાં ઇગ્લેન્ડની ટીમનો કેપ્ટન માઇક બ્રેઇલી હતો તે બેટીંગ કે બોલીંગમાં નિષ્ફળ હતો પરંતુ તેની પાસે સાથી ખેલાડીમાં રહેલું ટેલેન્ડ પારખવા ઉપરાંત પ્રતિસ્પધિ ખેલાડી શુ વિચારી રહ્યો છે તે પારખવાની આગવી આવડતના કારણે ઇગ્લેન્ડની ટીમ મેચ જીતી શકી હતી તેમજ ઇયાન બોથમ જેવો સારો ઓલરાઉન્ડર ઇગ્લેન્ડની ટીમને મળ્યો હતો.

માઇક બેઇલી સારો લીડર ગણાતો તેમ ભારતીય ટીમ માટે મહેન્દ્રસિંહ ધોની પણ સારો લીડર પુરવાર થયો છે. મહેન્દ્રસિંહ ધોની ૨૨ વર્ષની ઉમરે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો ત્યારે તે ૨૩ વષ૪ની માનસિકતા ધરાવતો મજબુત મનોબળ ધરાવતો પ્લેયર હતો. પોતે શુ વિચારી રહ્યો છે અને તે શુ કરવાનો છે તે કોઇને કલ્પના કરવા દીધી ન હતી તેમજ કોઇને વિચારવાનો પણ ચાન્સ આપતો ન હતો.

એમ.એસ.ધોની ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે રહ્યો ત્યારે કે કેપ્ટન બન્યા બાદ પોતાની લાગણીઓને અંકુશમાં રાખી શકતો હોવાનું ભારતીય ટીમના ફાસ્ટ બોલર આશિષ નહેરાએ જણાવી કપરી પરિસ્થીમાં પણ તે નર્વસ થયા વિના રમી શકવાની તેમની માનસિક તૈયારથી જ તે સફળ કેપ્ટન બની શકયો હતો.

વન-મેચમાં ૩૫ થી ૪૦ ઓવર એટલે પાવર પ્લેમાં મહત્વની ઓવર ગણવામાં આવે છે આ સમયે કયો બોલર ઓછા રન આપે તે સારી રીતે જાણતા એમ.એસ.ધોની વધુમાં વધુ ઓવર પોતાને આપવામાં આવી હતી અને તે સમયે જો વધુ રન બેસ્ટ મેળવે તો પણ બોલરને નવર્સ થવા ન દેતો અને સતત પ્રોત્સાહીત કરતો હોવાનું આશિષ નહેરાએ જણાવ્યું હતુ.

મહેન્દ્રસિંહ ધોની એક માત્ર એવો ખેલાડી હતો કે, તે કોઇના ડ્રેસીંગ રૂમમાં જતો નહી પરંતુ તેના ડ્રેસીંગ રૂમમાં સિનિયર અને જુનિયર ખેલાડીઓને આવવાની છુટ હતી તેમજ તેની સાથે ક્રિકટ બાબતે તમામ ખુલ્લા મને ચર્ચા કરી શકતા આ ઉપરાંત તેની તમામ ચિજ વસ્તુ જેવી કે વીડિયો ગેમ્સ, જીમના સાધનોનો ઉપયોગ કરી શકતા પણ બીન જરૂરી ચર્ચામાં તેને કયારેય ભાગ લીધો નથી કે કોઇ ચર્ચા કરી નથી

મેન્ટલ ગેમ ગણાતી ક્રિકેટને માણવામાં અને પ્રતિસ્પધિને પારખવામાં કેપ્ટન ધોની સર્વ શ્રેષ્ટ સાબીત થયાનું આશિષ નહેરાએ કહી સચિન તેંડુલકર, હરભનજસિંધ, યુવરાજસિંહ, જાહીર ખાન અને આશિષ નહેરા પ્રવાસ દરમિયાન સાથે જમ્યા છીએ પરંતુ ધોની પોતાની સાથે કયારેય જોડાયો નથી તેના માટે ટેબલ પર જગ્યા રિઝવ રાખવામાં આવતી હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.