Abtak Media Google News

સુરત પોલીસ કમિશનર અને સીબીઆઈમાં ફરજ બજાવી ચૂકેલા નાગરિક ઉડ્ડયન સુરક્ષા વિભાગના અધ્યક્ષને સીમા સુરક્ષા દળના ડાયરેકટર જનરલ તરીકે નિમણુંક સાથે એન.સી. બી.નો વધારાનો હવાલો

ભારતના નાગરિક ઉડ્ડયન સુરક્ષા વિભાગના અધ્યક્ષ રાકેશ આસ્થાનાને સોમવારે સીમા સુરક્ષા દળ બીએસએફનાં ડાયરેકટર જનરલ તરીકે નિમવામાં આવ્યા હતા. આસ્થાના ગુજરાત કેડરની ૧૯૮૪ની બેંચના આઈપીએસ અધિકારી અગાઉ સીબીઆઈ સ્પેશ્યલ ડાયરેકટર તરીકે સેવા આપી ચૂકયા છે. તેમની નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો એનસીબીનાં ડીજી તરીકેનો વધારોનો ચાર્જનો હવાલો પણ સંભાળ્યો હતો.

સરકારે શુક્રવારે એસકે કૌમુદીને પોલીસ સંશોધન અને વિકાસના બીપીઆરએનડીના આંતરિક સુરક્ષામાં નિમણુંક કરી હતી તેવી જ રીતે ૧૮૮૬ની બેંચના આઈપીએસ મોહમદ જાવેદ અખ્તરને ઉત્તરપ્રદેશથી બદલીને સીઆરપીએફનાં અગ્નિશમન અને નાગરિક સુરક્ષા અને હોમગાર્ડના સીઆરપીએફ તરીકે નિમણુંક આપી હતી.

સીમા સુરક્ષાદળ બીએસએફ પાસે લાંબા સમયથી છેલ્લા કેટલાંક મહિનાથી ફૂલટાઈમ ડીજીની જગ્યા ખાલી હતી આઈટીબીપી ડીજી, એસ.એસ.દેશવાલને વધારાના ડી.જી. તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો હવે આસ્થાના બીએસએફનાં નવા ડી.જી. તરીકે ૩૧ જુલાઈ ૨૦૨૧ની સ્થિતિએ નવો ઓર્ડર ન આવે ત્યાં સુધી ડીજી તરીકેની જવાબદારી સંભાળશે.

આસ્થાના સીબીઆઈના ડાયરેકટર તરીકે સૌથી વધુ દાવેદાર છે. તેમની ટર્મ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પુરી થવાની છે. સીબીઆઈના સેવાકાળ દરમિયાન આસ્થાના ખૂબજ સારી કામગીરી માટે જાણીતા હતા તેમને તેમના અધ્યક્ષ બોસ આલોક વર્મા સાથે કેટલાક મુદે મતભેદો ઉભા થયા હતા. આસ્થાનાની બીએસએફ ડીજી તરીકે નવી નિમણુંક માટે તેમના ખાતાકીય તપાસમાંથી સંપૂર્ણ પણે કલીનચીટ આપી દેવામા આવી છે આસ્થાના કડક અધિકારી તરીકે એક આગવી છાપ ધરાવે છે. સરકારે ગયા શુક્રવારે કરેલી મહત્વની જાહેરાતમાં રાકેશ આસ્થાનાને નવા ડી.જી. તરીકે નિમણુંક આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.