Abtak Media Google News

પીયુસી ન હોય તેવા વાહનના અકસ્માત સમયે વીમો પાકશે નહી

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોક ડાઉનના કારણે આરટીઓને લગતી કામગીરી ઠપ થઇ ગઇ હતી અને હાલમાં પણ વાહનના દસ્તાવેજને લગતી કેટલીક કામગીરી થઇ ન શકતા ડ્રાઇવીંગ લાયસન્સ, ફિટનેશ, પરમિટ નોંધણી અને અન્ય દસ્તાવેજ સહિતની નોંધણી કરાવવામાંથી તા.૩૧ ડીસેમ્બર સુધી મુક્તિ આપવાનું માર્ગ પરિવહન અને ધોરી માગઈ મંત્રાલય દ્વારા જાહેર કરાયું છે. કોરોનાના કારણે ઠપ થયેલી આરટીઓને લગતી કામગીરીના કારણે વાહનની નોંધણી, વાહન માટે પરમિટ ઇસ્યુ કરવી, ડ્રાઇવીંગ લાયન્સ નવા કઢાવવા અને જુના લાયસન્સ રિન્યુ કરવા તેમજ વાહન ફિટનેશ અંગેની કામગારી અટકી ગઇ હોવાથી માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરી માર્ગ મંત્રાલય દ્વારા આ પહેલાં ૩૦ જુન અને ત્યાર બાદ ૩૦ સપ્ટેમ્બર સુધી મુક્તિ આપવામાં આવી હતી. આમ છતાં હજી આરટીઓની લગતી કામગીરી પાટે ચડી ન હોવાથી અને ડ્રાઇવીંગ લાયસન્સ ઇચ્છુકોને લાયન્સ મળ્યા ન હોવાથી તેમજ રિન્યુ પણ ન થઇ શકયા હોવાથી તા.૩૧ ડીસેમ્બર સુધી ફરી મુદત વધારી દેવામાં આવી છે. કોરોના સંક્રમણની યથાવત રહેલી સ્થિતીના કારણે સરકાર દ્વારા વધુ એક વખત નિર્ણય લેતા તા.૩૧ ડિસેમ્બર સુધી ડ્રાઇવીંગ લાયન્સ વિના વાહન ચલાવવાની છુટ મળી રહી છે.

આ સાથે પીયુસીને લગતા પણ એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે વાહનનું પીયુસી નહી હોય તેવા વાહનને અકસ્માત નડશે ત્યારે તેવા વાહનને વીમા પાકશે નહી જેના કારણે વાહન માટે પીયુસી કઢાવવાનું અતિ આવશ્યક બન્યું છે. વાહનનો વીમો ભર્યો હોય તેમ છતાં માત્ર પીયુસીના કારણે વીમાથી વંચિત રહેવું પડેશે તેમ જણાવવામાં આવતા વાહન માટે પીયુસી કઢાવવું ફરજીયાત બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.